તેની આગામી ફિલ્મ કલ્કી 2898 AD છે જેમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસ પણ છે
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ હાલમાં મૅટરનિટી બ્રેક પર છે. તે છેલ્લે ૨૦૨૪માં દિવાળી દરમ્યાન રિલીઝ થયેલી ‘સિંઘમ અગેઇન’માં ફિલ્મી પડદે જોવા મળી હતી. પ્રેગ્નન્સીને કારણે દીપિકાએ આ ફિલ્મના પ્રમોશનમાં ભાગ નહોતો લીધો. આ ફિલ્મ નવેમ્બર ૨૦૨૪માં રિલીઝ થઈ હતી અને દીપિકાએ એ પહેલાં જ સપ્ટેમ્બર ૨૦૨૪માં દીકરીને જન્મ આપ્યો હતો. દીપિકાએ ફિલ્મના પ્રમોશનમાં ભાગ નહોતો લીધો, કારણ કે તે ગર્ભવતી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪માં દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો હતો અને તેનું નામ દુઆ રાખ્યું હતું.
હવે દીપિકાની આગામી ફિલ્મ ‘કલ્કી 2898 AD’ છે જેમાં અમિતાભ બચ્ચન અને પ્રભાસ પણ છે. આ ફિલ્મના ડિરેક્ટર નાગ અશ્વિને તાજેતરમાં ફિલ્મ અને એના શૂટિંગ-શેડ્યુલ વિશે મોટી અપડેટ આપી છે. શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે ‘કલ્કી 2898 AD’નું શૂટિંગ ૨૦૨૫ના ઉનાળામાં શરૂ થશે, પરંતુ હવે એમાં વિલંબ થયો છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં નાગ અશ્વિને કન્ફર્મ કર્યું કે સીક્વલની તૈયારી ચાલી રહી છે અને શૂટિંગ ડિસેમ્બર ૨૦૨૫થી શરૂ થશે.
ADVERTISEMENT
મમ્મી બન્યા પછી દીપિકા પાદુકોણ અત્યારે દીકરી પર ધ્યાન આપી રહી છે, તે કેટલીક ઇવેન્ટ્સમાં પણ જોવા મળી છે. એ ઉપરાંત દીપિકા તાજેતરમાં ‘પઠાન 2’ની જાહેરાત સાથે ચર્ચામાં છે. શાહરુખ ખાન સાથેની આ ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ આગામી વર્ષે જ ફ્લોર પર આવશે.

