વાઇલ્ડ ગર્લ
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે રાજસ્થાનના રણથંભોરમાં હસબન્ડ રણવીર સિંહ સાથે પોતાના નવા વર્ષની શરૂઆત કરી હતી. સંયોગ એવો પણ બન્યો હતો કે તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જંગલની સફારીનો આનંદ લેવા પહોંચ્યાં હતાં. આ ટ્રિપના ફોટો સોશ્યલ મીડિયામાં ખાસ્સા વાઇરલ પણ થયા હતા. કુદરતી વાતાવરણની મજા માણતો જંગલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે મારા નવા વર્ષની શરૂઆત મેં આ રીતે કરી હતી.

