Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૅટરનિટી ફોટોશૂટ બાદ ચાહકોમાં શરૂ થઈ ચર્ચા- રણવીર-દીપિકા ટ્વિન્સનાં પેરન્ટ્સ બનવાનાં છે?

મૅટરનિટી ફોટોશૂટ બાદ ચાહકોમાં શરૂ થઈ ચર્ચા- રણવીર-દીપિકા ટ્વિન્સનાં પેરન્ટ્સ બનવાનાં છે?

03 September, 2024 09:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ કદાચ ટ્વિન્સની અપેક્ષા રાખી રહ્યું છે

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે કરાવેલા મૅટરનિટી ફોટોશૂટના ફોટોગ્રાફ

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે કરાવેલા મૅટરનિટી ફોટોશૂટના ફોટોગ્રાફ


દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે કરાવેલા મૅટરનિટી ફોટોશૂટના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરતાં જ તેમના ફૉલોઅર્સમાં ચર્ચા શરૂ થઈ છે કે આ સેલિબ્રિટી કપલ ટ્‍વિન્સની અપેક્ષા રાખી રહ્યું છે કે કેમ. ગઈ કાલે રણવીર અને દીપિકાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના ફોટોશૂટની ઘણી મોનોક્રોમૅટિક તસવીરો મૂકી હતી જેમાં દીપિકા તેના બેબી-બમ્પને ફ્લૉન્ટ કરતી દેખાય છે. રણવીર સિંહ પણ પત્નીને ગળે લગાવે છે અને હગ કરે છે એવી તસવીરો તેમના ચાહકોને જોરદાર ગમી છે. એમાં આ કપલની સુંદર કેમિસ્ટ્રી દેખાઈ રહી છે.
દીપિકા પર ગર્ભાવસ્થાની તેજસ્વી ચમક છે અને તે એકદમ સુંદર દેખાઈ રહી છે. તેણે આ ફોટોશૂટ માટે અલગ-અલગ આઉટફિટ પહેર્યાં છે જેમાં લૂઝ કાર્ડિગન, બ્લેઝર અને સ્વેટરનો સમાવેશ છે. તે સુંદરતા અને નજાકતને મૂર્તિમંત કરી રહી છે અને તેણે મૅટરનિટી ફૅશનમાં નવાં સ્ટાન્ડર્ડ સ્થાપિત કર્યાં હોય એવું લાગી રહ્યું છે.


જ્યારે આ સેલિબ્રિટી કપલે તેમના ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં મૂક્યા કે તરત જ યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે આ કપલ કદાચ ટ્વિન્સની અપેક્ષા રાખી રહ્યું છે. એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે આપણે ટ્વિન્સનું સ્વાગત કરીશું. બીજા એક યુઝરે લખ્યું છે કે એવું લાગી રહ્યું છે કે જુડવા આવી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2024 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK