૨૦૨૦માં દિલ્હીની જેએનયુમાં મુલાકાત લીધી હોવાથી ખૂબ કન્ટ્રોવર્સી થઈ હતી. એને કારણે ફિલ્મ પરથી લોકોનું ફોકસ હટીને દીપિકાની એ વિઝિટ પર જતું રહ્યું હ
મેઘના ગુલઝાર , દીપિકા પાદુકોણે
મેઘના ગુલઝારનું કહેવું છે કે દીપિકા પાદુકોણે જેએનયુની મુલાકાત લીધી હોવાથી એની અસર તેમની ફિલ્મ પર પડી હતી. દીપિકાએ ૨૦૨૦માં દિલ્હીની જેએનયુમાં મુલાકાત લીધી હોવાથી ખૂબ કન્ટ્રોવર્સી થઈ હતી. એને કારણે ફિલ્મ પરથી લોકોનું ફોકસ હટીને દીપિકાની એ વિઝિટ પર જતું રહ્યું હતું. મેઘના ગુલઝાર હાલમાં તેની ‘સૅમ બહાદુર’ને પ્રમોટ કરી રહી છે. એ દરમ્યાન ‘છપાક’ વિશે પૂછતાં મેઘનાએ કહ્યું કે ‘આ સવાલનો જવાબ દેખીતો છે. એ મુલાકાતની અસર ફિલ્મ પર પડી હતી. આ ફિલ્મમાં ઍસિડ અટૅક સર્વાઇવરની વાત કરવામાં આવી હતી. જોકે એના પરથી હટીને ચર્ચા બીજી દિશામાં થવા માંડી હતી. આથી એની અસર ફિલ્મ પર જરૂર પડી હતી.’