સારા અલી ખાને પણ આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કાર્તિક આર્યન
કાર્તિક આર્યનની ‘આશિકી 3’માં દીપિકા પાદુકોણ કાં તો પછી કૅટરિના કૈફ જોવા મળે એવી શક્યતા છે. બીજી તરફ સારા અલી ખાને પણ આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. થોડા સમય પહેલાં એવી અફવા હતી કે આ ફિલ્મને અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. જોકે હવે ફિલ્મની ફીમેલ લીડની શોધ શરૂ થતાં લાગી રહ્યું છે કે આ ફિલ્મ અચૂક બનવાની છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થવાનું છે. અનુરાગ બાસુ એને ડિરેક્ટ કરશે. અનુરાગ બાસુએ અગાઉ ‘જગ્ગા જાસૂસ’માં કૅટરિના સાથે કામ કર્યું હતું. એથી કદાચ આ ફિલ્મ કૅટરિનાને ઑફર કરવામાં આવે એવી શક્યતા વધુ છે. જોકે દીપિકા અને કાર્તિકે અનેક વખત એકબીજા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે એ જોવું રહ્યું કે કાર્તિકની ‘આશિકી’ કોની સાથે રંગ લાવે છે.