દીપિકાએ ૨૦૧૭માં ‘XXX : રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’ દ્વારા હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી
કંગના રનોટ અને દીપિકા પાદુકોણ
કંગના રનોટે હાલમાં દીપિકા પાદુકોણનાં ખૂબ જ વખાણ કર્યાં છે. તે ભાગ્યે જ કોઈનાં વખાણ કરતી જોવા મળે છે. દીપિકાએ ઑસ્કર અવૉર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી. દીપિકાએ ‘નાટુ નાટુ’ સૉન્ગની ઇન્ટ્રોડક્શન આપી હતી. આ ઇવેન્ટમાં દીપિકા બ્લૅક ડ્રેસમાં જોવા મળી હતી. આ વાતને લઈને કંગનાએ તેનાં ખૂબ જ વખાણ કર્યાં છે. કંગનાએ કહ્યું હતું કે ‘દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. દેશને સાથે લઈને ચાલવું, દેશની ઇમેજ અને રેપ્યુટેશનને પોતાના ખભા પર ઊંચકી લોકોની સામે ઊભા રહેવું અને એકદમ કૉન્ફિડન્સ અને ખૂબ જ નરમાશથી બોલવું સહેલું નથી. ઇન્ડિયાની મહિલાઓ બેસ્ટ છે એનું દીપિકા એક જીવતું જાગતું ઉદાહરણ છે.’
ક્લાસિક હૉલીવુડ લુક
ADVERTISEMENT
દીપિકા પાદુકોણે ઑસ્કરમાં ક્લાસિક હૉલીવુડ લુકમાં રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. તે ૯૫મા ઑસ્કરમાં હાજર રહેવાની સાથે પ્રેઝન્ટર પણ હતી. તેની સાથે ડ્વેઇન જૉનસન, એમિલી બ્લન્ટ, રીઝ અહમદ, ગ્લેન ક્લોસ, સૅમ્યુઅલ એલ. જૅક્સન, માઇકલ બી. જૉર્ડન અને જોનાથન મેજર્સ જેવી ઘણી સેલિબ્રિટીઝ પણ પ્રેઝન્ટર હતી. દીપિકાએ ૨૦૧૭માં ‘XXX : રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’ દ્વારા હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ વર્ષે તેણે ઑસ્કરમાં ડેબ્યુ કર્યો છે. તે ઑફ-શોલ્ડર જેટ-બ્લૅક ગાઉનમાં જોવા મળી હતી. આ હૉલીવુડ ક્લાસિક લુક છે. આ ડ્રેસમાં ફુલ લેન્ગ્થ સ્લીવ્સ, ઑપેરા ગ્લવ્ઝ અને ફિગર હગિંગ ફિટિંગવાળું મર્મેડ સ્ટાઇલનું સ્કર્ટ જોવા મળી રહ્યું છે.