એ પોસ્ટરમાં અજય દેવગનના આઇકૉનિક પોઝ દીપિકા કરતી દેખાઈ રહી છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણે તેનો લેડી સિંઘમનો નવો લુક શૅર કર્યો છે. તે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં પોલીસ-ઑફિસર શક્તિ શેટ્ટીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર, રણવીર સિંહ, અજય દેવગન, કરીના કપૂર ખાન અને ટાઇગર શ્રોફ પણ જોવા મળશે. રણવીર અને દીપિકા આ વર્ષે પેરન્ટ્સ બનવાનાં છે. ‘સિંઘમ’ની ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે ‘સિંઘમ અગેઇન’. ૨૦૧૧માં ‘સિંઘમ’ રિલીઝ થઈ હતી અને ૨૦૧૪માં ‘સિંઘમ રિટર્ન્સ’ આવી હતી. હવે આ વર્ષે ૧૫ ઑગસ્ટે ‘સિંઘમ અગેઇન’ રિલીઝ થશે. જોકે ફિલ્મમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બૅકગ્રાઉન્ડ સ્કોરને ભવ્ય બનાવવાનો હોવાથી એમાં સમય લાગશે. એથી કદાચ ફિલ્મને દિવાળી દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. એ વિશે મેકર્સે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. ‘સિંઘમ અગેઇન’નાં વિવિધ પાત્રોનાં લુક રિલીઝ કરવામાં આવ્યાં છે. હવે ગઈ કાલે દીપિકાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. એ પોસ્ટરમાં અજય દેવગનના આઇકૉનિક પોઝ દીપિકા કરતી દેખાઈ રહી છે. દીપિકાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિત શેટ્ટીએ કૅપ્શન આપી છે, ‘માય હીરો. રીલ મેં ભી ઔર રિયલ મેં ભી. લેડી સિંઘમ દીપિકા પાદુકોણ.’