બાફતા અવૉર્ડ્સ રવિવારે લંડનના રૉયલ ફેસ્ટિવલ હૉલમાં યોજવામાં આવી રહ્યો છે. તે કઈ કૅટેગરીને અનાઉન્સ કરશે એ હજી સુધી જણાવવામાં નથી આવ્યું.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને બાફ્ટા ફિલ્મ અવૉર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકે પસંદ કરવામાં આવતાં તેણે આભાર વ્યક્ત કર્યો છે. ડેવિડ બૅકહેમ, કેટ બ્લૅન્ચેટ અને દુઆ લિપા જેવી ઘણી સેલિબ્રિટીઝ પ્રેઝન્ટર તરીકે જોવા મળશે. દીપિકા ગયા વર્ષે ઑસ્કરમાં પણ પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી. બાફતા અવૉર્ડ્સ રવિવારે લંડનના રૉયલ ફેસ્ટિવલ હૉલમાં યોજવામાં આવી રહ્યો છે. તે કઈ કૅટેગરીને અનાઉન્સ કરશે એ હજી સુધી જણાવવામાં નથી આવ્યું. બેરી કીઘન, બ્રૅડલી કૂપર, કેરી મુલિગન, કિલિયન મર્ફી, ગ્રેટા ગેર્વિગ અને ક્રિસ્ટોફર નોલન જેવી ઘણી સેલિબ્રિટીઝ ૭૭માં બાફ્ટા અવૉર્ડમાં હાજરી આપશે. ભારતમાં આ શોને લાયન્સગેટ પ્લે પર ૧૯ ફેબ્રુઆરીએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ સમાચાર શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર દીપિકાએ આભાર વ્યક્ત કર્યો છે.