તે પહેલી એવી ભારતીય છે જેને આ ઇવેન્ટ માટે આમંત્રિત કરવામાં આવી છે. ઑસ્કર અવૉર્ડ બાદ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ બીજા ક્રમની સૌથી મોટી ઇવેન્ટ છે જેને ઑસ્કરના બોર્ડ દ્વારા જ યોજવામાં આવે છે.
દિપીકા પાદુકોણે
દીપિકા પાદુકોણે લૉસ ઍન્જલસમાં ઍકૅડેમી મ્યુઝિયમ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. તે પહેલી એવી ભારતીય છે જેને આ ઇવેન્ટ માટે આમંત્રિત કરવામાં આવી છે. ઑસ્કર અવૉર્ડ બાદ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ બીજા ક્રમની સૌથી મોટી ઇવેન્ટ છે જેને ઑસ્કરના બોર્ડ દ્વારા જ યોજવામાં આવે છે. દીપિકાએ અગાઉ ઑસ્કર ઇવેન્ટમાં ઇન્ડિયન સૉન્ગ ઍક્ટને પ્રેઝન્ટ પણ કર્યું હતું. તેણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર તેની કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે ડાર્ક પર્પલ વેલ્વેટ ફ્લોર-સ્વીપિંગ ગાઉનમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેણે સ્પાર્ક્લિંગ ડાયમન્ડ જ્વેલરી પણ પહેરી છે. દીપિકાની છેલ્લી ફિલ્મ શાહરુખ ખાન સાથેની ‘પઠાન’ અને ‘જવાન’ હતી અને હવે હૃતિક રોશન સાથેની ‘ફાઇટર’ અને પ્રભાસ સાથેની ‘કલ્કી 2898 AD’ આવી રહી છે.