૮ સપ્ટેમ્બરે પેરન્ટ્સ બનેલાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેમની દીકરીનું નામ જાહેર કર્યું હતું - દુઆ પાદુકોણ સિંહ. દીપિકા અને રણવીરે જૉઇન્ટ પોસ્ટમાં લખ્યું હતું
દુઆ
૮ સપ્ટેમ્બરે પેરન્ટ્સ બનેલાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર તેમની દીકરીનું નામ જાહેર કર્યું હતું - દુઆ પાદુકોણ સિંહ. દીપિકા અને રણવીરે જૉઇન્ટ પોસ્ટમાં લખ્યું હતું : દુઆનો મતલબ થાય છે પ્રાર્થના, અને અમારી દીકરી અમારી પ્રાર્થનાઓનો જવાબ છે. અમારાં હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી છલકાય છે.
ઉલ્લેખનીય છે કે દુઆના નામ પછી પહેલાં દીપિકાની અને પછી રણવીરની સરનેમ છે. દીપિકા-રણવીરે ઇન્સ્ટાગ્રામની આ પોસ્ટમાં દીકરીની પહેલી ઝલક પણ તેના નાનકડા પગરૂપે દેખાડી છે.