Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીર કપૂરના જન્મદિવસે પેરન્ટ્સ બનશે રણવીર-દીપિકા?

રણબીર કપૂરના જન્મદિવસે પેરન્ટ્સ બનશે રણવીર-દીપિકા?

Published : 02 September, 2024 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચર્ચા એવી છે કે ડ્યુ-ડેટ ૨૮ સપ્ટેમ્બરની આવી છે : સાંભળ્યું છે કે... દીપિકા પાદુકોણ સાઉથ મુંબઈની એક હૉસ્પિટલમાં બાળકને જન્મ આપશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને બૉલીવુડના સુપરસ્ટાર કપલ રણવીર સિંહ-દીપિકા પાદુકોણના ઘરે પારણું બંધાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રણવીર અને દીપિકાએ ફેબ્રુઆરીમાં જાહેર કર્યું હતું કે તેઓ સપ્ટેમ્બર ૨૦૨૪માં પેરન્ટ્સ બનવાનાં છે.


૬ વર્ષ ડેટિંગ કર્યા પછી ૨૦૧૮માં પરણેલાં રણવીર-દીપિકા લગ્નનાં ૬ વર્ષ પછી પહેલી વાર પેરન્ટ્સ બનવાનાં હોય ત્યારે ચર્ચા થાય એ સ્વાભાવિક છે, પણ આ ચર્ચામાં એક ધમાકેદાર ગૉસિપનો પણ ઉમેરો થયો છે.



એવી વાત જાણવા મળી છે કે રણવીર અને દીપિકાનું બાળક આ જગતમાં ૨૮ સપ્ટેમ્બરે અવતરવાનું છે. જો દીપિકાની આ ડ્યુ-ડેટ સાચી હોય અને ખરેખર એ જ દિવસે તે મમ્મી બને તો ગજબનો યોગાનુયોગ સર્જાશે. યોગાનુયોગ એ કે ૨૮ સપ્ટેમ્બર દીપિકાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ રણબીર કપૂરનો બર્થ-ડે છે. રણબીર અને દીપિકા એક સમયે ગાઢ રિલેશનશિપમાં હતાં, દીપિકાએ પોતાની ગરદન પર RKનું ટૅટૂ પણ કરાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK