પહેલી વાર દીપિકા અને મહેશ સાથે કામ કરશે
રાજામૌલીની ફિલ્મમાં મહેશબાબુની સામે જોવા મળશે દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ હવે પ્રભાસ બાદ મહેશબાબુ સાથે કામ કરવા જઈ રહી છે. એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશબાબુની સામે દીપિકા પાદુકોણને પસંદ કરવામાં આવી છે. આ સ્ટોરીને કે. વી. વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લખવામાં આવી છે. આ એક ઍડ્વેન્ચર ડ્રામા ફિલ્મ છે અને એનું શૂટિંગ ૨૦૨૩ના પહેલા હાફમાં શરૂ કરવામાં આવશે. પહેલી વાર દીપિકા અને મહેશ સાથે કામ કરશે. દીપિકા હાલમાં તેની પ્રભાસ સાથેની ‘પ્રોજેક્ટ કે’માં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ કોવિડને કારણે એક વર્ષ માટે લંબાયું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન દીપિકાના હાર્ટ-રેટ વધી જતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી. આ ફિલ્મ બાદ દીપિકા તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.