બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી એકસરખી પોસ્ટમાં દીકરીના પગનો ફોટો શૅર કરીને તેનું નામ દુઆ પાદુકોણ સિંહ જાહેર કર્યું હતું
કારમાં અને ઍરપોર્ટ પર દુઆ સાથે દીપિકા.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગઈ કાલે કદાચ પહેલી વાર દીકરી દુઆને લઈને બહાર નીકળ્યાં હતાં. દીપિકા અને રણવીર કાલિનાના પ્રાઇવેટ ઍરપોર્ટ પર દેખાયાં હતાં. દુઆને મમ્મી દીપિકાએ તેડી હતી. ૮ સપ્ટેમ્બરે જન્મેલી દીકરીનું નામ દીપિકા અને રણવીરે દિવાળીના દિવસોમાં ૧ નવેમ્બરે જાહેર કર્યું હતું. બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી એકસરખી પોસ્ટમાં દીકરીના પગનો ફોટો શૅર કરીને તેનું નામ દુઆ પાદુકોણ સિંહ જાહેર કર્યું હતું.