આ બીમારીને કારણે તેના શરીર પર સોજો આવી ગયો હતો અને તેના શરીરની અંદર પાણી ભરાઈ જવાથી તેનાં ફેફસાં પણ ખરાબ થઈ ગયાં હતાં.
સુહાની ભટનાગર
‘દંગલ’માં બબીતા ફોગાટના બાળપણના રોલમાં જોવા મળેલી સુહાની ભટનાગરનું ડર્મેટોમાયોસાઇટિસની બીમારીએ ભોગ લીધો છે. આ બીમારીને કારણે તેના શરીર પર સોજો આવી ગયો હતો અને તેના શરીરની અંદર પાણી ભરાઈ જવાથી તેનાં ફેફસાં પણ ખરાબ થઈ ગયાં હતાં. બે મહિના પહેલાં તેના હાથ પર રૅશિસ આવ્યા હતા. એથી પરિવારને લાગ્યું કે આ કદાચ ઍલર્જીને કારણે હશે. એથી તેમણે ફરીદાબાદની હૉસ્પિટલમાં સારવાર કરાવી હતી. જોકે તેની બીમારીનું નિદાન થઈ શક્યું નહીં. તેની તબિયત વધુ બગડતાં તેને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવી હતી. આમ છતાં તેની તબિયતમાં સુધાર આવી શક્યો નહીં. ૧૯ વર્ષની ઉંમરે તેણે શનિવારે અંતિમ શ્વાસ લીધા. તેના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવ્યા છે. આખા વિશ્વમાં ડર્મેટોમાયોસાઇટિસ બીમારીના પાંચ કે છ કેસ સામે આવ્યા છે.

