આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની જગ્યાએ હવે સંજય દત્ત અને અર્શદ વારસી પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી.
દલેર મેહંદી
દલેર મેહંદી અને મિકા સિંહ હવે હીરો બનવા જઈ રહ્યા છે. તેઓ અક્ષયકુમારની ‘વેલકમ 3’માં ઍક્ટર તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં નાના પાટેકર અને અનિલ કપૂરની જગ્યાએ હવે સંજય દત્ત અને અર્શદ વારસી પણ જોવા મળશે એવી ચર્ચા ચાલી હતી. જોકે હવે એમાં દલેર મેહંદી અને મિકા સિંહ પણ જોવા મળશે. આ ફ્રૅન્ચાઇઝીને આગળ વધારવા માટે એમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે. આ સ્ટોરીને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એમાં નવાં ઍડિશન ઉમેરવામાં આવી રહ્યાં છે. મિકા સિંહે અક્ષયકુમાર માટે ઘણાં ગીત ગાયાં છે. જોકે તે હવે તેના માટે કામ પણ કરવા જઈ રહ્યો છે. મિકા અને દલેર મેહંદીને જ્યારે આ ઑફર કરવામાં આવી હતી ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. તેમનાં પાત્ર ખૂબ જ ફની છે અને ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વના સમયે આવે છે. આથી તેમણે આ ઑફર સ્વીકારવાનું નક્કી કર્યું છે. જોકે તેઓ ખરેખર કામ કરે છે કે નહીં એ તો ઑફિશ્યલ જાહેરાત થશે ત્યારે જ બહાર આવશે.