ખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
ખુશી કપૂર, બોની કપૂર
ખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ નહીં કરે. આ વાત બોની કપૂરે પોતે કહી છે. જણાવી દઈએ કે ખુશીની મોટી બહેન જાહ્નવી કપૂરે ‘ધડક’ ફિલ્મથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેને કરણ જોહરે લૉન્ચ કરી હતી. ખુશીની એન્ટ્રી વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘મારી પાસે સ્રોત છે પરંતુ મારી ઇચ્છા છે કે તેને કોઈ બીજું જ લૉન્ચ કરે, કારણ કે હું તેનો પિતા છું. એક ફિલ્મમેકર તરીકે મારા માટે એ શક્ય નથી અને એક ઍક્ટર તરીકે પણ આ સારી બાબત નથી. મારી ઇચ્છા છે કે ખુશી જાતે જ પોતાની મંઝિલ નક્કી કરે. તેને એવા પ્રોડક્શન દ્વારા લૉન્ચ કરવામાં આવે જેના પર મને ભરોસો હોય અને એને લઈને હું સિક્યૉર ફીલ કરું.’

