સિદ્ધાર્થ રૉય કપૂરનું માનવું છે કે ફિલ્મોની સફળતા આજે પણ બૉક્સ-ઑફિસના આંકડાઓ પર જ આધાર રાખે છે અને ભવિષ્યમાં પણ એના પર જ આધાર રાખવામાં આવશે.
સિદ્ધાર્થ રૉય કપૂર
સિદ્ધાર્થ રૉય કપૂરનું માનવું છે કે ફિલ્મોની સફળતા આજે પણ બૉક્સ-ઑફિસના આંકડાઓ પર જ આધાર રાખે છે અને ભવિષ્યમાં પણ એના પર જ આધાર રાખવામાં આવશે. હવે તો ફિલ્મો ન માત્ર થિયેટરમાં પરંતુ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ રિલીઝ થાય છે. આમ છતાં સફળતા અને નિષ્ફળતાનો માપદંડ છે ક્લેક્શન. વિશે સિદ્ધાર્થે કહ્યું કે ‘મને એવું લાગે છે કે થિયેટરની અસર લાંબા અને ટૂંકા ગાળાની હોય છે. વર્તમાન સ્થિતિ પર નજર નાખવામાં આવે તો આપણે કોરોનાની ત્રીજી લહેરમાંથી બહાર આવ્યા છીએ અને સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી છે. બિઝનેસ શરૂ થઈ રહ્યા છે, પરંતુ મહામારી તો છે. આપણને જાણ નથી કે કોઈ નવો વેરિઅન્ટ આવશે કે નહીં. આપણે એ પણ જાણીએ છીએ કે સમય બદલાશે. કૉર્પોરેટની વાત કરીએ તો આપણે ફિલ્મનાં વિવિધ તત્ત્વોને મૉનેટાઇઝ કરીએ છીએ અને એમાંથી આપણા ઇન્વેસ્ટમેન્ટને રિકવર કરીએ છીએ. આમ છતાં ફિલ્મની સફળતા બૉક્સ-ઑફિસના આંકડાઓ પર જ આંકવામાં આવશે. એ રીત કદી પણ ખતમ નહીં થાય, કારણ કે એ એક રિપોર્ટ કાર્ડ જેવું છે. અમારા જેવા ફિલ્મમેકર્સને એની સાથે જ રહેવું પડે છે.’

