આ ફિલ્મને આદિત્ય દત્ત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેને વિદ્યુત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલની ‘ક્રૅક’ માટે સાત ઇન્ટરનૅશનલ ઍક્શન ડિરેક્ટર્સની જરૂર પડી હતી. આ ફિલ્મને આદિત્ય દત્ત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જેને વિદ્યુત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સ્લેકલાઇનિંગ, બીએમએક્સ સાઇક્લિંગ, રોલરબ્લેડિંગ અને હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બૅક્ટ દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં આદિત્ય દત્તે કહ્યું કે ‘મેં મારી ઍક્શન સીક્વન્સને ડીટેલ્સમાં લખી હતી અને એમાં ઇમોશન્સને પણ હું દેખાડવા માગતો હતો. ઍક્શનમાં એક ભય હંમેશાં રહે છે કે એક સમય બાદ સ્ટન્ટ ખૂબ જ બોરિંગ બની શકે છે. આથી સ્ટોરીટેલિંગ ખૂબ જ મહત્ત્વની છે. ઇન્ટરનૅશનલ લેવલ પર કામ કરનાર બેસ્ટ ઍક્શન ડિરેક્ટર્સ અમારી સાથે હતા. તેમના ઘણાં વર્ષના અનુભવમાં તેઓ ડેન્જરની સાથે રમતા આવ્યા છે. તેમને ખબર છે કે આવાં દૃશ્યને કેવી રીતે પૂરાં કરવાં.’