જાવેદ અખ્તર માનહાનિ મામલે કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
જાવેદ અખ્તર (ફાઇલ ફોટો)
દિગ્ગજ અભિનેતા જાવેદ અખ્તર સાથે જોડાયેલા માનહાનિ કેસમાં રજૂ ન થવાને કારણે કંગના વિરુદ્ધ એક કૉર્ટે બૈલેબલ વૉરન્ટ જાહેર કર્યું છે. હકીકતે, મુંબઇ પોલીસે લેખક-ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ માનહાનિના એક કેસમાં અભિનેત્રી કંગના રણોતને સમન પાઠવ્યા હતા, પણ કંગના રજૂ થઈ નહીં, જેના કારણે તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે.
Mumbai: Metropolitan Magistrate Court, Andheri issues a bailable warrant against actor Kangana Ranaut in a defamation case filed against her by lyricist Javed Akhtar. Court issues the warrant after she failed to appear before it despite being summoned. pic.twitter.com/YAGBa8dvJK
— ANI (@ANI) March 1, 2021
ADVERTISEMENT
જાણો શું છે આખી ઘટના
જાવેદ અખ્તરે અભિનેત્રી પર ટેલીવિઝન ઇન્ટરવ્યૂમાં કહેવાતી રીતે તેમના વિરુદ્ધ માનહાનિ કરનારી અને નિરાધાર ટિપ્પણી કરવા અંગે ગયા વર્ષે નવેમ્બરમાં અંધેરી મેટ્રોપોલિન મેજિસ્ટ્રેટ સામે અપરાધિક ફરિયાદ નોંધાવી હતી. અખ્તરે દાવે કર્યો કે ગયા વર્ષે જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટેલીવિઝન ઇન્ટરવ્યૂમાં બૉલીવુડમાં 'ગ્રુપિઝમ'નો ઉલ્લેખ કરતા કંગનાએ તેમનું નામ લીધું હતું.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંગનાએ ખોટો દાવો કર્યો છે કે અખ્તરે હ્રિતિક રોશન સાથે તેમના કહેવાતા સંબંધને લઈને ચૂપ રહેવાની ધમકી આપી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે આથી અખ્તરની સાર્વજિક છબિને નુકસાન પહોંચ્યું છે. કૉર્ટે 17 જાન્યુઆરીના પોલીસ સામે આ મામલે તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે એક ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.

