Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોર્ટે અમને સાથે બેસીને વિવાદ ઉકેલવાની સલાહ આપી : આલિયા સિદ્દીકી

કોર્ટે અમને સાથે બેસીને વિવાદ ઉકેલવાની સલાહ આપી : આલિયા સિદ્દીકી

Published : 23 April, 2023 02:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ જણાવ્યું કે કોર્ટે અમને સાથે બેસીને પારિવારિક વિવાદ ઉકેલવાની સલાહ આપી છે.

નવાઝુદ્દીન સિદ્દીકીની અને તેની પત્ની આલિયા સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકીની અને તેની પત્ની આલિયા સિદ્દીકી


નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ જણાવ્યું કે કોર્ટે અમને સાથે બેસીને પારિવારિક વિવાદ ઉકેલવાની સલાહ આપી છે. બન્નેનો ઝઘડો આજે જાહેર થઈ ગયો છે. લગ્નજીવન દરમ્યાન તેમને ૧૨ વર્ષની દીકરી અને ૭ વર્ષનો દીકરો છે. કોર્ટે આલિયાને તેનાં બન્ને બાળકો સાથે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન મોકલ્યું હતું. બાળકો માટે આ બન્ને કપલને વિવાદ મટાડવાની સલાહ આપી છે. એ વિશે આલિયા સિદ્દીકીએ કહ્યું કે ‘કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. કોર્ટે નવાઝને કહ્યું છે કે તમે પરસ્પર ચર્ચા કરીને આ મામલાનો ઉકેલ લાવો. જેકાંઈ પણ ફેંસલો લો એ પરસ્પર સમજૂતીથી લો. જાહેરમાં મારું આવવાનું કારણ એટલું જ છે કે મારી અંદર રહેલો બળાપો મને તકલીફ આપી રહ્યો હતો. જોકે મને એ વાતની ખુશી છે કે એ બળાપો બહાર આવી ગયો. આ બધું મેં જાહેર કર્યું એનો મને જરાય અફસોસ નથી. મને એ વાતનું દુ:ખ છે કે અમારાં બાળકોએ વેઠવાનું આવે છે. બાળકો પર વીતે છે ત્યારે જાહેરમાં બોલવું અગત્યનું બની જાય છે. સ્થિતિ ખૂબ બગડી ગઈ હતી. લોકો જાણે છે કે ઇન્ડસ્ટ્રી ઊગતા સૂરજને નમે છે. એથી જો કોઈ મારો પક્ષ લે કે મને સપોર્ટ પણ કરે તો મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું કોઈના પર આંગળી ન ચીંધી શકું. મને કોઈ પાસે કશી અપેક્ષા નથી, કેમ કે મારે જાતે જ મારાં બાળકોનો ઉછેર કરવાનો છે, તેમની કાળજી લેવાની છે, મારી લડાઈ લડવાની છે અને આ બધું મારે એકલીએ જ કરવાનું છે એટલે હું કોઈના પર પણ મદદ કે સપોર્ટ માટે આધાર રાખતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2023 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK