Coronavirus Lockdown વચ્ચે પ્રિયંકાએ આપી અમિતાભ બચ્ચનને ચેલેન્જ
પ્રિયંકા ચોપડા
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એવી અભિનેત્રીઓમાંની એક છે જે દરેક કેમ્પેઇનમાં આગળ આવીને ભાગ લે છે. એવામાં વાત જ્યારે દેશવાસીઓમાં જાગૃતતા લાવવાની હોય તો પ્રિયંકા ચોપડા કેવી રીતે પાછળ રહી જાય? કોરોના વાયરસના ભયના માહોલમાં આ સેલેબ્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સેલેબ્સ પોતાના ચાહકોને વધુમાં વધુ હાથ ધોવાની સલાહ આપી રહ્યા છે.
દીપિકા પાદુકોણથી લઈને અનુષ્કા શર્મા, નુસરત જહાં સહિત કેટલાય સેલેબ્સ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી ચૂક્યા છે. હવે પ્રિયંકા ચોપડાએ પણ આ ચેલેન્જ પૂરી કરી છે. તેણે ફક્ત આ ચેલેન્જ જ પૂરી નથી કરી, તેની સાથે તેણે એક સરસ ગીત ગાઇને લોકોને સંદેશ પણ આપ્યો છે કે તમે જે પણ છો, જ્યાં પણ હાથ ધુવો.
ADVERTISEMENT
પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહે છે, 'મને WHO દ્વારા સેફ હેન્ડ્સ ચેલેન્જ માટે નૉમિનેટ કરવામાં આવી છે કે હું ઓછામાં ઓછા 20 સેકેન્ડ હાથ ધોઉં. તો શરૂ કરીએ.' આ દરમિયાન તે ગીત ગાય છે. 'જહાં ભી હૈ આપ, જો ભી હૈ આપ હાથ ધોઇએ. યે બહુત આસાન હૈ, આપ સભી કરીએ... અપને હાથ ધોઇએ. જહાં ભી હૈ આપ, જો ભી હૈ આપ હાથ ધોઇએ. અપની સુરક્ષા કે લિએ અપની પરિવાર કી સુરક્ષા કે લિએ એસા કરીએ ઔર ડર કો હરા દીજિએ.' પ્રિયંકાએ આ કડીમાં આગળ અમિતાભ બચ્ચન, પરિણીતિ ચોપડા, પતિ નિક જોનાસને પણ નૉમિનેટ કર્યું છે.

