Corona Effect: ફિલ્મ 83ની રીલિઝ પર મુકાઇ બ્રેક
તસવીર સૌજન્ય - રણવીર સિંઘ ઇન્સ્ટાગ્રામ
કોરોનાવાઇરસનો ઓછાયો ધીરે ધીરે વધારે ઘાટો થતો જાય છે ત્યારે આ વૈશ્વિક મહામારી સામે લડવા બનતા બધાં જ પગલાં વિવિધ ક્ષેત્રનાં લોકો લઇ રહ્યાં છે. રાષ્ટ્રની સલામતીને પ્રાથમિકતા આપીને ફિલ્મ 83નાં મેકર્સે ફિલ્મની રિલીઝ અત્યાર પુરતી હોલ્ડ પર મુકી દીધી છે. આ ફિલ્મમાં રણવીર કપુર કપિલ દેવ તરીકે તથા દીપિકા પાદુકોણ તેમની પત્ની રોમીનાં પાત્ર ભજવનાર છે.
રણવીર સિંઘે સોશ્યલ મીડિયાનો સહારો લઇને ફિલ્મની તારીખ અંગે અપડેટ કરવાની જાહેરાત કરી હતી અને તેણે સાથે ફિલ્મનાં મેકર્સનું અધિકૃત વિધાન પણ પોસ્ટ કર્યુ જે અનુસાર, "83 માત્ર અમારી નહીં પણ આખા રાષ્ટ્રની ફિલ્મ છે. પરંતુ રાષ્ટ્રનું સ્વાસ્થ્ય અને સલામતી હંમેશા સૌથી પહેલાં જ હોય. સલામત રહો, ધ્યાન રાખો. અમે જલ્દી જ પાછા ફરીશું."
ADVERTISEMENT
આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ રજુ કરશે તથા તે કબિર ખાન ફિલ્મ પ્રોડક્શન્સ હેઠળ બનેલી ફિલ્મ છે. ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે દીપિકા પાદુકોણ પણ છે અને તેની સાથે કબીર ખાન, વિષ્ણુ ઇંદુરી, સાજીદ નડિયાદવાલા, ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને 83 ફિલ્મ લિમિટેડ પણ છે. 83નું દિગ્દર્શન કબીર ખાને કર્યું છે. રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને પીવીરી આર પિક્ચર્કસની આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે,

