મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે હવે વૅક્સિનની શૉર્ટેજ જોતાં એ મેળવવા હવે ગ્લોબલ ટેન્ડર કાઢવાનું પાલિકા વિચારી રહી છે અને એ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે
ઇકબાલ સિંહ ચહલ - તસવીર સૌજન્ય - મિડ-ડે
મુંબઈમાં કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે હવે વૅક્સિનની શૉર્ટેજ જોતાં એ મેળવવા હવે ગ્લોબલ ટેન્ડર કાઢવાનું પાલિકા વિચારી રહી છે અને એ માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે એમ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર આઇ. એસ. ચહલે જણાવ્યું છે.
ઇકબાલ સિંહ ચહલે આ વિશે કહ્યું છે કે ‘રાજ્ય સરકાર પોતે ગ્લોબલ ટેન્ડર કાઢી રહી છે, પરંતુ એની માગણી બહુ જ મોટી ૪૦ મિલ્યન વૅક્સિનની છે અને કોઈ પણ વિદેશી કંપની એટલી મોટી સંખ્યામાં વૅક્સિન આપી શકે એમ નથી. જ્યારે અમે માત્ર મુંબઈ પૂરતો વિચાર કરી રહ્યા છીએ. અમે માત્ર પાંચ મિલ્યન વૅક્સિન માગી રહ્યા છીએ, જે બે ત્રણ કંપની સપ્લાય કરી શકે તેમ છે. અમે કોઈ પણ અપ્રૂવ થયેલી વૅક્સિન માટે તૈયાર છીએ. એ પછી રશિયાની સ્પુટનિક-5, મૉડર્ના ઇન્કૉર્પોરેશન, જૉન્સન ઍન્ડ જૉન્સન કે પછી ફાઇઝરની હોય; અમે દરેક માટે તૈયાર છીએ એટલું જ નહીં, એ અહીં મુંબઈ સુધી લાવવા કોલ્ડ ચેઇન લૉજિસ્ટિકની પણ અમે તૈયારી રાખી છે.’