‘બિગ બૉસ’ની અનેક સીઝનને હોસ્ટ કરનાર સલમાન ખાન ભારતીયો સાથે કનેક્ટ થવાને એક જવાબદારી ગણે છે. આ શો દર વર્ષે નવી-નવી થીમ લઈને આવે છે
સલમાન ખાન
‘બિગ બૉસ’ની અનેક સીઝનને હોસ્ટ કરનાર સલમાન ખાન ભારતીયો સાથે કનેક્ટ થવાને એક જવાબદારી ગણે છે. આ શો દર વર્ષે નવી-નવી થીમ લઈને આવે છે. બિગ બૉસ હાઉસમાં થનારી ધમાચકડી લોકોને મનોરંજન પૂરું પાડે છે. આ રિયલિટી શોની લોકો આતુરતાથી રાહ જુએ છે. આજથી આ શો કલર્સ પર શરૂ થવાનો છે ત્યારે શો સાથે જોડાયેલી કેટલીક બાબતોને લઈને સલમાને કહ્યું કે ‘મારી ‘બિગ બૉસ’ સાથેની જર્ની એક રોલર કૉસ્ટર રાઇડ છે. આટલાં વર્ષોમાં શો ન માત્ર સ્કેલ મુજબ, પરંતુ પૉપ્યુલરિટીની દૃષ્ટિએ ખૂબ વિકસિત થયો છે. આખા વિશ્વમાં ફેલાયેલા ભારતીયો સાથે કનેક્ટ થવું એ મારા માટે એક જવાબદારી જેવું છે. આ શોનો સૌથી અગત્યનો ભાગ એ છે કે લોકો પણ વિકાસ પામે છે. એક વસ્તુ છે જે ‘બિગ બૉસ’ની નથી બદલાઈ અને એ છે એની અનિશ્ચિતતા. આ શો વિવિધ બૅકગ્રાઉન્ડમાંથી આવેલા પર્સનાલિટીઝ અને સ્પર્ધકોનાં રીઍક્શન્સ પર આધાર રાખે છે. બીજી વાત, લોકો પાસેથી મળતો પ્રેમ નથી બદલાયો. શોમાં કેટલું પ્લાનિંગ થાય છે, સ્પર્ધકોની વચ્ચેના ડાયનૅમિક્સ, તેમની વચ્ચેના ઝઘડા અને તેમની ભાગીદારી દર્શકોને હંમેશાં ઉત્સાહી રાખે છે.’