ઈશાએ સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં મૅચિંગ આઉટફિટમાં ફોટો શૅર કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હેમા માલિનીએ દીકરી ઈશા દેઓલ અને દોહિત્રીઓ રાધ્યા અને મિરાયા સાથે મૅચિંગ કપડાં પહેરીને જુડવા ગર્લ બનીને ગર્લ પાવર ઊજવ્યો હતો.
આ વિશે ઈશાએ સોશ્યલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં મૅચિંગ આઉટફિટમાં ફોટો શૅર કર્યો હતો. આ તસવીરમાં ત્રણેય જનરેશન એકસાથે છે. હેમા માલિનીએ દીકરી ઈશા અને દોહિત્રીઓનાં કપડાં સાથે મૅચ કરતાં કપડાં પહેર્યાં છે. સ્માઇલ આપી રહેલી ડ્રીમ ગર્લ હેમા માલિનીએ લીલા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તેની બાજુમાં એવા જ રંગના ડ્રેસમાં ઈશા ઊભી છે. બીજી તસવીરમાં સ્માઇલ આપી રહેલી ઈશા તેની દીકરીઓ રાધ્યા અને મિરાયા સાથે છે. તસવીરના બૅકગ્રાઉન્ડમાં ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી છે. ઈશાએ આને કૅપ્શન આપતાં લખ્યું છે, ‘આ એક ગર્લ પાવર છે. અમારી ક્રિસમસની શુભેચ્છાઓ.’