દીકરા રામચરણની આ સિદ્ધિ પર તો તેના પિતા ચિરંજીવી અને પરિવારને પણ ખૂબ ગર્વ થાય છે.
ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.
ચિરંજીવીએ તેમના દીકરા રામચરણને ગાલ પર કિસ કરીને બર્થ-ડેની શુભેચ્છા આપી હતી. એનો ફોટો પણ તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. રામચરણ આજે ગ્લોબલ સ્ટાર છે. તેની ‘RRR’એ તેને દેશ-વિદેશમાં ખૂબ ફેમસ બનાવ્યો છે. આ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’એ ઑસ્કર જીતીને દેશને ગર્વ અપાવ્યો છે. દીકરા રામચરણની આ સિદ્ધિ પર તો તેના પિતા ચિરંજીવી અને પરિવારને પણ ખૂબ ગર્વ થાય છે. રામચરણ સાથેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને ચિરંજીવીએ ટ્વીટ કર્યું કે ‘તારા પર ગર્વ થાય છે. હૅપી બર્થ-ડે.’