સુપરસ્ટાર ચિરંજીવીએ પણ થિન્કટૅન્ક અને હાઉસ ઑફ કૉમન્સનો સન્માન માટે આભાર માન્યો અને લખ્યું કે ટીમ બ્રિજ ઇન્ડિયા દ્વારા એનાયત કરાયેલા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ખૂબ ખુશ છું.
સુપરસ્ટાર ચિરંજીવીને લંડનમાં મળ્યો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીને લંડનસ્થિત થિન્કટૅન્ક બ્રિજ ઇન્ડિયા દ્વારા UKના હાઉસ ઑફ કૉમન્સમાં ‘સાંસ્કૃતિક પ્રભાવ અને જાહેર સેવા’ માટે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન બ્રિટિશ-ભારતીય સાંસદ નવેન્દુ મિશ્રાએ કર્યું હતું.
સુપરસ્ટાર ચિરંજીવીએ પણ થિન્કટૅન્ક અને હાઉસ ઑફ કૉમન્સનો સન્માન માટે આભાર માન્યો અને લખ્યું કે ટીમ બ્રિજ ઇન્ડિયા દ્વારા એનાયત કરાયેલા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ખૂબ ખુશ છું.
ADVERTISEMENT
ચિરંજીવીએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટમાં સમારોહની ઘણી તસવીરો શૅર કરીને લખ્યું કે ‘શબ્દો પૂરતા નથી... પરંતુ મારાં દરેક પ્રિય ફૅન, ભાઈ, બહેન, મારા ફિલ્મી પરિવાર, શુભચિંતકો, મિત્રો અને મારા પરિવારના તમામ સભ્યો અને દરેક તે વ્યક્તિનો દિલથી આભાર જેમણે દરેક રીતે મારી યાત્રામાં યોગદાન આપ્યું. આ સન્માન મને વધુ ઉત્સાહ સાથે મારું કામ ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે. તમને બધાને તમારા સુંદર, શુભેચ્છાભર્યા સંદેશાઓ બદલ પ્રેમ.’