બન્નેએ અગાઉ ‘ભીષ્મ’માં સાથે કામ કર્યું હતું
રશ્મિકાના સપોર્ટમાં આવ્યા ચિરંજીવી
રશ્મિકા મંદાનાની આગામી ફિલ્મને મેગાસ્ટાર ચિરંજીવીએ ક્લૅપ આપી હતી. આ ફિલ્મમાં તેની સાથે નીતિન પણ જોવા મળશે. બન્નેએ અગાઉ ‘ભીષ્મ’માં સાથે કામ કર્યું હતું. પૂજા કર્યા બાદ ફિલ્મનો મુહૂર્ત-શૉટ લેવામાં આવ્યો હતો. રશ્મિકાની આ ૨૧મી ફિલ્મ છે. તે રણબીર કપૂર સાથે ‘ઍનિમલ’માં જોવા મળશે. સાથે જ તે ‘પુષ્પા : ધ રૂલ’માં પણ દેખાશે. ચિરંજીવી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રશ્મિકાએ કૅપ્શન આપી હતી, ‘આજે મારી આગામી ફિલ્મની પૂજાવિધિ કરવામાં આવી હતી. આ મારી ૨૧મી ફિલ્મ છે. ચિરંજીવી સર અને મારા કેટલાક ફેવરિટ લોકોએ પૂજામાં હાજર રહીને અમને સપોર્ટ કર્યો છે. અમારી ગૅન્ગ ફરીથી ક્રેઝ, નવું અને એક્સાઇટિંગ લઈને આવશે. આશા છે કે તમે અમને આશીર્વાદ અને પ્રેમ આપશો.’