અનિલ કપૂરના ઘરે સ્ટાર્સે પાવન પર્વની વિશેષ પૂજામાં ભાગ લીધો
રાની મુખરજી (ઉપર ડાબે) ,કરુણા ધવન (નીચે ડાબે) , ઊર્મિલા માતોન્ડકર(નીચે જમણે), શિલ્પા શેટ્ટી (ઉપર જમણે), પદ્મિની કોલ્હાપુરે(જમણે)
હાલમાં અનિલ કપૂરના ઘરે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે શિલ્પા શેટ્ટી, રાની મુખરજી અને ઊર્મિલા માતોન્ડકર સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને તેમના ફોટો વાઇરલ થયા હતા.
આ પૂજામાં હાજરી આપવા આવેલી રાની મુખરજી પરંપરાગત સફેદ વસ્ત્રોમાં સુંદર દેખાતી હતી. તેણે કપાળ પર ભસ્મ લગાવી હતી અને તેનો આ લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શિલ્પા શેટ્ટી પણ ગુલાબી એથ્નિક આઉટફિટ પહેરીને ઉત્સવમાં જોડાઈ હતી. પદ્મિની કોલ્હાપુરે પણ આ ઉજવણીનો ભાગ બની હતી. આ પૂજામાં ઊર્મિલા માતોન્ડકર સફેદ વસ્ત્રો પહેરીને ફોટોગ્રાફર્સને પોઝ આપતી જોવા મળી. વરુણ ધવનની મમ્મી કરુણા ધવન પણ આ ઉત્સવમાં હાજર હતી.

