રવીન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત રચના ‘ડાક ઘર’ અને સુંદર રીતે કહેવાયેલી પૌરાણિક વાર્તા ‘માયા – ફાઇન્ડ યોર લાઇટ’ ટાટા સ્કાય થિયેટરમાં અનુક્રમે બપોરે 2 અને 8 વાગ્યે જોઈ શકશો.
પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક
ચિલ્ડ્રન્સ ડે પર હવે ઝી થિયેટર ટેલિપ્લે સાથે બાળપણની સૌથી સુંદર યાદો, નિર્દોષતા અને નિરંકુશ કલ્પનાની અજાયબીઓની તમે ફરી મુલાકાત લઈ શકો છો. રવીન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત રચના ‘ડાક ઘર’ અને સુંદર રીતે કહેવાયેલી પૌરાણિક વાર્તા ‘માયા – ફાઇન્ડ યોર લાઇટ’ ટાટા સ્કાય થિયેટરમાં અનુક્રમે બપોરે 2 અને 8 વાગ્યે જોઈ શકશો.
ડાક ઘર: ડાક ઘર એ રવીન્દ્રનાથ ટાગોરની આ જ નામની કરુણ વાર્તાનું રૂપાંતરણ છે અને મૂળરૂપે 1912માં લખવામાં આવી હતી. આ નાટક નાના છોકરા અમલની વાર્તા પર છે, જેને નાદુરસ્ત તબિયતને કારણે રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો. ઓરડામાં એક જ બારી બહારની દુનિયામાં તેનો એકમાત્ર ઍક્સેસ છે.
ADVERTISEMENT
રાજા નજીકમાં એક પોસ્ટ ઓફિસ બનાવી રહ્યો છે એવી જાણ થતાં, મોટી કલ્પના સાથે આ કમજોર બાળક રાજાનો પોસ્ટમાસ્તર બનવા માટે ઝંખે છે. ડાક ઘરમાં ક્રિશ છાબરિયા, સૌરભ ગોયલ, કિશોર સી. શ્રીવાસ્તવ અને અનુપ્રિયા ગોએન્કા છે અને નાગેશ કુકુનૂર દ્વારા દિગ્દર્શિત છે.
માયા – ફાઇન્ડ યોર લાઇટ: જ્યારે અંધકારનો દુષ્ટ રાજા પ્રકાશના રાજ્ય પર વિજય મેળવવાની ધમકી આપે છે, ત્યારે રાજ્ય અને તેના લોકોને બચાવવાની જવાબદારી તેની 13 વર્ષની રાજકુમારી માયાના ખભા પર આવે છે. તેણી કપટી જંગલો, પર્વતો અને ગામડાઓમાંથી મુસાફરી કરી અને રાજાને હરાવવા માટે ત્રણ શ્રાપ ઉપાડે છે. તેના મૂર્ખ મિત્ર મોર અને સાપ સાથે, માયા "તેના પ્રકાશને શોધવા" માટે આ જીવન-પરિવર્તન કરનાર સાહસ પર પ્રયાણ કરે છે.
આ નાટકમાં ખુશી ચૌહાણ, પ્રસાદ કેલા, પ્રિયંકા પાટીલ, રૂતુજા ભોઇટે, શ્લોક સદલાપુરકર, યશ અગ્રવાલ અને અનિકેત સહાની છે. તે લોરેન્ટ ફેસ્ટાસ અને સનાયા ભરૂચા દ્વારા નિર્દેશિત છે.

