જૅકલિન ફર્નાન્ડિસે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પહેલી વખત એન્ટ્રી કરી છે
જૅકલિન ફર્નાન્ડિસ
જૅકલિન ફર્નાન્ડિસે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં પહેલી વખત એન્ટ્રી કરી છે. રેડ કાર્પેટ પર બૉડી-હગિંગ શિમરી ગાઉનમાં તે જલપરી જેવી દેખાતી હતી. વિશ્વ સ્તરે ભારતને રેપ્રિઝેન્ટ કરવા માટે તે આતુર હતી. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં સામેલ થઈને તેણે સન્માનિત હોવાનો અનુભવ કર્યો હતો. ગયા વર્ષે અને ૨૦૧૫માં તેને આ ફેસ્ટિવલમાં ઇન્વાઇટ કરવામાં આવી હતી, પરંતુ તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી નહોતી કરી.