તમે આ સુપર હૉટ મૉડલને ઓળખ્યો?
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
54 વર્ષના એક્ટર અને સુપરમૉડલ મિલિંદ સોમણ (Milind Soman)એ તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાનો 13 વર્ષની ઉંમરનો ફોટો શૅર કર્યો છે. જેના પરથી તેને ઓળખવો ખુબ મુશ્કેલ છે. 'થ્રો બૅક થર્સ્ડડે'માં મિલિંદ સોમણે શૅર કરેલી તસવીર જોઈને કોઈ ન કહી શકે કે, આ દુબળોપાતળો દેખાતો છોકરો અત્યારે ફીટ એન્ડ હૉટ મૉડલ છે.
મિલિંદ સોમણે સોશ્યલ મીડિયા પર 'થ્રો બૅક થર્સ્ડડે'માં બાળપણની તસવીર શૅર કરવાની સાથે જ પોતાની હેલ્થની પણ વાતો કરી છે. તેણે કહ્યું છે કે, દિવસમાં બે વાર સ્વિમિંગ કરતા હોવાથી મારી હૅલ્થ અને સ્કીન આ ઉંમરે પણ સારી છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે,' 13 વર્ષની ઉંમરે મારા ફીચર્સ એક્સ્ટ્રાઓર્ડિનરી હતા એમ હું નહીં કહીશ પરંતુ મારી જોલાઈન હંમેશા સારી હતી જેના માટે હું મારા જીન્સને આભારી છું. દિવસમાં બે વખત સ્વિમિંગ કરવાથી સ્કીન સારી રહે છે, વાળ સારા રહે છે, તેમ જ આરોગ્ય પણ સારુ રહે છે. સારા જીન્સનો એક મહત્વનો ફાયદો કોમન સેન્સ છે. આ પણ અન્ય જેનેટીક એડવાન્ટેજ જેવુ છે, જો વાપરશું નહીં તો ગુમાવશું.'
ADVERTISEMENT
અમૂક વસ્તુ ક્યારે પણ બદલાતી નથી. જેમ કે મિલિંદ સોમણ ફીટનેસ માટેનો પ્રેમ. તે હંમેશા મેરેથોન રનર રહ્યા છે. લગભગ દરરોજ તે પોતાની વર્કઆઉટ ડાયરી ઈન્સ્ટાગ્રામમાં મૂકે છે. દાખલા તરીકે, બુધવારે જ તેમણે પુશ-અપ્સનો વિડિયો પોસ્ટ કર્યો હતો.
સ્વિમિંગ પણ તેમની મનગમતી એક્ટિવીટી છે. ગયા અઠવાડિયે તેમણે પોસ્ટ કર્યું હતું કે, ભૂતપૂર્વ સ્પર્ધાત્મક સ્વિમર તરીકે હું અઠવાડિયે 65 કિલોમીટર જેટલું સ્વિમ કરું છું. આયર્નમેન અને અલ્ટ્રામેન જેવી ઈવેન્ટ્સની તૈયારી માટે પ્રિપેર કરું છું. જે લોકો પુલ્સને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે તેમનો હું આભારી છું.
મિલિંદ સોમણ છેલ્લે એમેઝોન પ્રાઈમ વિડિયોની વેબ સીરીઝ 'ફોર મોર શોટ્સ પ્લીઝ!'ની બીજી સીઝનમાં જોવા મળ્યા હતા. વર્ષ 1995માં અલિશા ચીનઈનો મ્યુઝીક વિડિયો 'મેડ ઈન ઈન્ડિયા'થી ઈન્ડસ્ટ્રીમાં નામના મેળવી હતી. તેણે 'શેફ', 'બાજીરાવ મસ્તાની' અને '16th December'માં પણ કામ કર્યું છે.

