વિવેક અગ્નિહોત્રીને એ વિચારમાત્રથી જ ડર લાગવા લાગે છે કે તે આલિયા ભટ્ટ અને કંગના રનોટને એક ફિલ્મમાં કામ કરાવે.
વિવેક અગ્નિહોત્રી
વિવેક અગ્નિહોત્રીને એ વિચારમાત્રથી જ ડર લાગવા લાગે છે કે તે આલિયા ભટ્ટ અને કંગના રનોટને એક ફિલ્મમાં કામ કરાવે. કંગના સતત આલિયા અને તેના હસબન્ડ રણબીર કપૂરને લઈને કટાક્ષ કરે છે. જોકે આલિયા કે પછી રણબીરે કદી પણ તેની કમેન્ટ પર ધ્યાન નથી આપ્યું. કંગના બિન્દાસ વક્તવ્યો માટે જાણીતી છે. જોકે વિવેક અગ્નિહોત્રીનું કહેવું છે કે તે આલિયા વશે કંઈ પણ સાંભળી શકે એમ નથી. આ સાથે જ તે કંગનાના કામનાં પણ વખાણ કરે છે. એવામાં વિવેક અગ્નિહોત્રીને પૂછવામાં આવ્યું કે શું તે કદી કંગના અને આલિયાને એક ફિલ્મમાં લઈ આવશે? એનો જવાબ આપતાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘હું જો આવું વિચારવા પણ લાગ્યો તો હું મરી જઈશ. આવું કોણ વિચારે છે? આવો વિચાર પણ કઈ રીતે આવી શકે છે? આલિયા ભટ્ટને જ્યારે ભારત સરકારે નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરી ત્યારે મને પણ નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. એ વખતે મેં આલિયાને અભિનંદન આપ્યાં હતાં. કંગનાને જ્યારે નૅશનલ અવૉર્ડ મળ્યો તો તેને પણ અભિનંદન આપ્યાં હતાં. એ બન્નેને હું એકસાથે ફિલ્મમાં લાવું, મને તેમની લાઇફથી શું લેવાદેવા છે? મને એવો કોઈ શોખ પણ નથી.’