હૈદરાબાદ (hyderabad)માં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે (Amitabh bachchan Injured) ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ `પ્રોજેક્ટ કે` માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા.
ફાઈલ ફોટો
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર છે. હૈદરાબાદ(Hyderabad) એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બિગ બી ગંભીર રીતે (Amitabh Bachchan Injured) ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમિતાભ ફિલ્મ `પ્રોજેક્ટ કે` (Amitabh Bachchan Project K)માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા.
આ દુર્ઘટના બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં સારવાર લીધા બાદ અભિનેતા મુંબઈમાં પોતાના ઘરે પરત ફર્યા છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ હાલ પુરતું અટકાવી દેવામાં આવ્યું છે. સિનિયર બચ્ચને એક બ્લોગ લખીને આ માહિતી આપી હતી.
ADVERTISEMENT
"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
— ANI (@ANI) March 6, 2023
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL
આ પણ વાંચો:અમિતાભ બચ્ચન માટે સ્પેશ્યલ સ્ક્રિપ્ટ લખાય છે, પરંતુ વીતેલા જમાનાની અભિનેત્રીઓ...
એક્શન શૉટ દરમિયાન બનેલી ઘટનામાં તેમને ઈજા થઈ છે. પાંસળીની કાર્ટિલેજ તૂટી ગઈ છે અને જમણી પાંસળીમાં સ્નાયુ પર પણ ગંભીર ઈજા પહોંચી છે. શૂટિંગ રદ્દ કરી દેવામાં આવ્યુું છે. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ બાદ તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું.