સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું.
મધુર ભંડારકર
મધુર ભંડારકરનું માનવું છે કે ૨૦૨૦માં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં બૉયકૉટ ટ્રેન્ડ શરૂ થયો છે. સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. ત્યાર બાદથી ‘બૉયકૉટ કલ્ચર’ શરૂ થયું છે. લોકોનું માનવું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેને સાઇડલાઇન કર્યો અને તેના તરફ ધ્યાન નહોતું આપ્યું. એથી સોશ્યલ મીડિયામાં ફિલ્મોના બૅનનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો. એ વિશે વિસ્તારમાં જણાવતાં મધુર ભંડારકરે કહ્યું કે ‘મારા ધ્યાનમાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉયકૉટ ટ્રેન્ડ વધારે પ્રમાણમાં શરૂ થયો છે. કદાચ ઇન્ડસ્ટ્રીએ તેને ઇગ્નૉર કર્યો હતો. તે નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી આવ્યો હતો. તેણે ખૂબ સ્ટ્રગલ પણ કરી. આ ખરેખર બદનસીબી છે કે તેનું અકાળ અવસાન થયું છે. ત્યારથી જ લોકોમાં રોષ વધી ગયો છે. આ તો લોકોનો મત છે. આવું ઘણી વખત બન્યું. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની વાત કરીએ તો લોકોએ એ ફિલ્મ જોઈ હતી. મને લાગે છે કે એ એક તબક્કો છે. જો ફિલ્મ સારી હોય, કન્ટેન્ટ સ્ટ્રૉન્ગ હોય તો લોકો જોવા જાય છે. લોકોએ ‘કાંતારા’, ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘ભૂલભુલૈયા 2’ પણ જોઈ હતી. એવું નથી કે લોકો ફિલ્મો જોવા નથી જતા.’

