શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મોનો બિઝનેસ નિરાશાજનક રહ્યો
ફિલ્મનાં પોસ્ટર
અજય દેવગનની ‘ઔરોં મેં કહાં દમ થા’ અને જાહ્નવી કપૂરની ‘ઉલઝ’ બન્ને ફિલ્મો લોકોને થિયેટર્સમાં આકર્ષિત કરવામાં નિષ્ફળ થઈ છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મોનો બિઝનેસ નિરાશાજનક રહ્યો છે. વીક-એન્ડ હોવા છતાં કલેક્શનમાં કાંઈ નોંધપાત્ર વધારો નથી દેખાયો. ‘ઔરોં મેં કહાં દમ થા’માં અજય દેવગનની સાથે તબુ પણ છે. ફિલ્મના ત્રણ દિવસના કલેક્શન પર નજર નાખીએ તો શુક્રવારે ૧.૮૫ કરોડ, શનિવારે ૨.૧૫ કરોડ અને રવિવારે ૨.૭૫ કરોડની સાથે કુલ મળીને ૬.૭૫ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે.
બીજી તરફ જાહ્નવી અને ગુલશન દેવૈયાની ફિલ્મ ‘ઉલઝ’નો બિઝનેસ તો ‘ઔરોં મેં કહાં દમ થા’ કરતાં પણ ઓછો છે. ‘ઉલઝ’ના ત્રણ દિવસના બિઝનેસ પર નજર નાખીએ તો ફિલ્મે શુક્રવારે ૧.૧૫ કરોડ, શનિવારે ૧.૭૫ કરોડ અને રવિવારે ૨ કરોડની સાથે કુલ મળીને ૪.૯૦ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.