નવાઝુદ્દીને તેના ભાઈ અને આલિયા વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. હવે કોર્ટે આલિયાને તેનાં બન્ને બાળકો સાથે ત્રીજી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન મોકલ્યું છે
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની વાઇફ આલિયા સિદ્દીકીને બૉમ્બે હાઈ કોર્ટે સમન્સ મોકલ્યા છે. બન્નેનું રિલેશન આજે ચર્ચાના ચગડોળે ચડ્યું છે. બન્નેને બાર વર્ષની દીકરી અને સાત વર્ષનો દીકરો છે. આ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બન્ને આ વિવાદ પર કોઈ સમાધાન લાવે એવી ઇચ્છા કોર્ટની છે. નવાઝુદ્દીને તેના ભાઈ અને આલિયા વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. હવે કોર્ટે આલિયાને તેનાં બન્ને બાળકો સાથે ત્રીજી એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન મોકલ્યું છે. બાળકો માટે આ બન્ને કપલને વિવાદ મટાડીને સાથે રહેવાની વિનંતી કોર્ટ કરી શકે છે. આલિયા તરફથી હજી સુધી કોઈ જવાબ નથી આવ્યો. એથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે તે કોઈ સમાધાનના મૂડમાં નથી. હવે ત્રણ તારીખે થનારી સુનાવણી બાદ જ નવાઝુદ્દીન અને આલિયાના ફેંસલા વિશે જાણી શકાશે.