એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બમન ઈરાનીએ કૅપ્શન આપ્યું હતું
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતના ૭૮મા સ્વાતંયદિવસની ઉજવણી ગઈ કાલે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. અનેક સેલિબ્રિટીએ ખૂબ જ ગર્વ સાથે સેલિબ્રેશન કર્યું હતું. મુંબઈ પોલીસ સાથે મળીને બમન ઈરાનીએ ધ્વજવંદન કર્યું હતું. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બમન ઈરાનીએ કૅપ્શન આપી, ‘આજના વિશેષ દિવસે દેશની આઝાદીના જોશને તિરંગા સાથે લહેરાવવાનો ગર્વ થઈ રહ્યો છે. પોલીસ વિભાગ સાથે મળીને ધ્વજવંદન કરવાનો અનુભવ શાનદાર રહ્યો. સ્ટ્રેન્ગ્થ અને એકતા આપણા દેશને અતુલનીય બનાવે છે. આ પ્રશંસનીય દેશના નાગરિક હોવાનો મને ગર્વ છે.