બોલીવુડના એવા સ્ટાર્સ કે જેમણે 40 વર્ષની ઉમરે કર્યા લગ્ન
Mumbai : બોલીવુડ સ્ટાર્સ હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે. ભારતમાં ઘણા એવા પણ લોકો હોય છે કે જે સેલિબ્રિટીઓ ફોલો પણ કરતા હોય છે. તો મહત્વનું એ છે કે આ બોલીવુડ સ્ટારના લગ્ન હંમેશા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. લગ્નને લઇને તેમના ચાહકો દરેક બાબતની અપડેટ મેળવતા રહે છે અને મેળવવા માટે પ્રયાસો કરતા રહે છે. ત્યારે આજે અમે તેમને આવા 10 બોલીવુડ સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે 40 વર્ષની વયે લગ્ન કર્યા.
પ્રકાશ રાજ :
ભારતીય સિનેમાના દિગ્ગજ નેતા પ્રકાશ રાજે 45 વર્ષની વયે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે લગ્ન કર્યા. પ્રકાશ રાજ બોલીવુડની સાથે સાઉથની ફિલ્મમાં પણ મોટું નામ ધરાવે છે.
સૈફ અલી ખાન :
અભિનેતા સૈફ અલી ખાને 41 વર્ષની વયે કરીના કપૂર સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન વર્ષ 2012 માં થયા હતા.
આ પણ જુઓ : શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો પુત્ર ઝૈન છે આટલો ક્યૂટ, જુઓ ફોટોઝ
સુહાસિની મૂલે :
અભિનેત્રી સુહાસિની મૂલે 60 વર્ષનો હતી ત્યારે વર્ષ 2011 માં અતુલ ગુડ્ડુ સાથે લગ્ન કર્યા.
ઉર્મિલા મતોડકર :
રંગીલા ગર્લ ઉર્મિલા મતોડકર વર્ષ 2016 માં મોહસીન અખ્તર સાથે લગ્ન કર્યા. તમને જણાવી દઈએ કે તે સમયે તે 42 વર્ષ ની હતી.
જોન અબ્રાહમ :
બોલિવૂડનાએક્શન સ્ટાર જ્હોન અબ્રાહમે 41 વર્ષની વયે પ્રિયા રંચલ સાથે લગ્ન કર્યા.
નીના ગુપ્તા :
નીના ગુપ્તા, જે 80 ના દાયકાની સુંદર અભિનેત્રી હતી, તેણે ગયા વર્ષે બ્લોકબસ્ટર ફિલ્મ બધાઇ હોમાં કામ કર્યું હતું. જણાવી દઈએ કે નીના ગુપ્તાએ 54 વર્ષની વયે વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા.
પ્રીતિ ઝિન્ટા :
બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ 41 વર્ષની વયે અમેરિકન નાણાકીય વિશ્લેષક ગિની ગુડ સાથે લગ્ન કર્યા.
આ પણ જુઓ : આ સ્ટાર્સની Fat to Fit જર્ની છે પ્રેરણાદાયક
કબીર બેદી :
અભિનેતા કબીર બેદીએ 2016 માં પરવીન દુસાંજ સાથે ચોથી લગ્ન કર્યા. કબીર બેદી તે સમયે 70 વર્ષના હતા.
ડ્વેન જહોનસન :
હોલીવુડ અભિનેતા ડ્વેન જહોનસને તાજેતરમાં લરેન હાશીઅન સાથે લગ્ન કર્યાં. તમને જણાવી દઈ કે ડ્વેન જહોનસને 47 વર્ષની વયે બીજા લગ્ન કર્યા છે.

