સિંગર અભિજીત ભટ્ટાચાર્યના દીકરા ધ્રુવ કોરોના પૉઝિટીવ,થશે હૉમ ક્વૉરન્ટીન
અભિજીત ભટ્ટાચાર્ય
આખો દેશ હાલ કોરોના વાયરસ સામે જજૂમી રહ્યો છે. છેલ્લા લગભગ 5 મહિનાથી દરરોજ કોરોનાના કેસ વધતાં જ જાય છે. તો આ દરમિયાન બૉલીવુડ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એકાએક સેલિબ્રિટીઝના કોરોના પૉઝિટીવ આવવાના સમાચાર આવી રહ્યા છે. હવે બોલીવુડના જાણીતા પ્લેબૅક સિંગર અભિજીત ભટ્ટાચાર્ય (Abhijeet Bhattacharya)ના દીકરા ધ્રુવ ભટ્ટાચાર્ય (Dhruv Bhattachharya)પણ કોરોના પૉઝિટીવ આવ્યા છે. અને તે હોમ ક્વૉરન્ટાઇનમાં છે.
જો કે, ધ્રુવ ભટ્ટાચાર્યને કોરોનાના કોઇ લક્ષણો નથી. માટે તેમને હૉમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. અભિજીત ભટ્ટાટાર્ય હાલ શૂટ માટે કોલકત્તામાં છે અને તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ છે.
ADVERTISEMENT
કેટલાય ફિલ્મી સિતારાઓ થયા કોરોના પૉઝિટીવ
જણાવીએ કે કોરોના વાયરસનો પ્રકોપ સામાન્યથી લઈને ખાસ સુધી, બધામાં લોકો વચ્ચે ઝડપછી ફેલાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં આ ખતરનાક વાયરસે કેટલીય ફિલ્મી હસ્તીઓને પોતાની ચપેટમાં લઈ લીધી છે. તાજેતરમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન શનિવારે કોરોના પૉઝિટીવ આવ્યા હતા. અભિનેતા અનુપમ ખેરના ઘરમાં 4 લોકો કોરોના પૉઝિટીવ આવ્યા. તેમની માતા દુલારી ખેર, ભાઇ રાજૂ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પૉઝિટીવ આવી હતી.