Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મના પ્રોડ્યુસરે નેટફ્લિક્સ પર લગાવ્યો કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મના પ્રોડ્યુસરે નેટફ્લિક્સ પર લગાવ્યો કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ

Published : 26 September, 2024 09:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bollywood Producer Vashu Bhagnani accused Netflix: અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ૧૧ એપ્રિલે રિલીઝ થઈ હતી.

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ


બૉલિવૂડના બે સૌથી મોટા અભિનેતાઓમાંથી એક અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ `બડે મિયાં છોટા મિયાં`ને (Bollywood Producer Vashu Bhagnani accused Netflix) લોકો તરફથી ખૂબ જ ઓછો પ્રતિસાદ મળતા અને ફિલ્મ તેની નબળી સ્ટોરીને કારણે ખૂબ જ ખરાબ રીતે બૉક્સ ઑફિસ પર પિટાઈ હતી. આ ફિલ્મને લગભગ 350 કરોડ રૂપિયાના બજેટમાં બનાવમાં આવી હતી અને તેની સામે ફિલ્મ માત્ર 100 કરોડ જેટલી જ કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મને ફ્લોપ થતી જોઈ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મને ગુપચુપ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દીધી હતી. જોકે આ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાને લઈને હવે નવો વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મના નિર્માતાએ નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ફરિયાદ નોંધાવી છેતરપિંડીનો આરોપ કર્યો છે.


હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટા નિર્માતાઓમાંના એક વાસુ ભગનાનીનું (Bollywood Producer Vashu Bhagnani accused Netflix) પણ નામ આવે છે, પરંતુ હાલમાં તેમણે નેટફ્લિક્સ ઈન્ડિયા વિરુદ્ધ કાનૂની ફરિયાદ દાખલ કરાવી છે. વાસુનો આરોપ છે કે ઓટીટી પ્લેટફોર્મે ફિલ્મ અધિકારોના નામે તેમની સાથે 47.37 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ મામલો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ તપાસ શરૂ કરી છે.



વાસુ ભગનાની પૂજા એન્ટરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીના માલિક છે. તેણે લોસ ગેટોસ પ્રોડક્શન કંપની સામે ફરિયાદ નોંધાવી છે, જેના દ્વારા નેટફ્લિક્સ (Bollywood Producer Vashu Bhagnani accused Netflix) ભારતમાં તેની સામગ્રી રોકાણ કરે છે. દરમિયાન, નેટફ્લિક્સે વાસુ ભગનાની અને પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા લગાવવામાં આવેલા આ મોટા આરોપોને ફગાવી કાઢ્યા હતા. OTT પ્લેટફોર્મના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, `આ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. વાસ્તવમાં પૂજા એન્ટરટેઇનમેન્ટને નેટફ્લિક્સને પૈસા ચૂકવવા પડે છે. ભાગીદારીનો અમારો ટ્રેક રેકોર્ડ જબરદસ્ત રહ્યો છે અને અમે આ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.


ફિલ્મોની વાત કરીએ તો `મિશન રાનીગંજ` અને `બડે મિયાં છોટા મિયાં` અક્ષય કુમારની ફિલ્મો છે. `મિશન રાણીગંજ` ગયા વર્ષે રિલીઝ થઈ હતી, જેમાં જસવંત સિંહ ગિલ નામના માઈનિંગ એન્જિનિયરની વાર્તા બતાવવામાં આવી હતી. ટાઈગર શ્રોફ (Bollywood Producer Vashu Bhagnani accused Netflix) `બડે મિયાં છોટા મિયાં`માં અક્ષય સાથે ઍક્શન કરતો જોવા મળ્યો હતો. આ બધી ફિલ્મો બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. જેને લીધે તેના રિલીઝ બાદના થોડા જ સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.

અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ૧૧ એપ્રિલે રિલીઝ થઈ હતી. હવે આ બન્ને ફરીથી સાથે દેખાય એવી શક્યતા છે. ‘બડે મિયાં છોટે મિયાં’માં પહેલી વખત આ બન્ને સાથે દેખાયા હતા. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નહોતી દેખાડી શકી. તેઓ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં પણ સાથે દેખાવાના એવું કહેવામા આવી રહ્યું છે. આ સિવાય પણ અક્ષયકુમાર અને ટાઇગર (Bollywood Producer Vashu Bhagnani accused Netflix) વધુ એક ફિલ્મમાં દેખાઈ શકે છે. એ ફિલ્મ વિશે વધુ માહિતી નથી મળી શકી.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2024 09:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK