લૉકડાઉનમાં શું મિસ કરી રહી છે બૉલીવુડની સેલિબ્રિટીઝ?
તસવીરો-ઇન્સ્ટાગ્રામ
દેશમાં જ્યારથી લૉકડાઉન લાગુ થયું છે ત્યારથી જ સેલિબ્રિટીઝ નિતનવી ઍક્ટિવિટીઝ કરીને ટાઇમપાસ કરે છે. કોઈ ઘરની સાફસફાઈ કરે છે તો કોઈ વિવિધ રેસિપીઝ બનાવીને ફૅમિલીને ખુશ કરે છે તો કોઈ ફિટનેસ પર વધુ ધ્યાન આપે છે. જોકે લૉકડાઉનનો સમય વધતાં સેલિબ્રિટીઝને કોઈ તો બાબત છે જેની ઊણપ વર્તાઈ રહી છે. તો ચાલો જોઈએ કઈ સેલિબ્રિટી કઈ વસ્તુને મિસ કરી રહી છે.
ટોન્ડ લેગ્સ પર કામ કરી રહી છું જેમ કે મારું જ જિમ હોય. પ્રશાંત સાથે વર્કઆઉટ કરવાને મિસ કરી રહી છું.- નુશરત ભરુચા
ADVERTISEMENT
મને આજે પણ યાદ છે કે દરવાજો ખોલતાં જ આપણે બહાર જતા હતા. હા, હું હંમણાં એ વિશે જ વિચારી રહ્યો છું. - સિદ્ધાર્થ મલ્હોત્રા
મિસિંગ કૉફી, બ્લુ સ્કાઇઝ ઍન્ડ ઈવનિંગ સન.- રણદીપ હુડા
મિસિંગ મેકઅપ. પૉર્ટ્રેટ બાય રાહુલ ઝાંગિયાની. થ્રોબૅક (લૉકડાઉન ડે 23 : અચ્છા તો યે હોતા હૈ મેકઅપ?)- સોનાક્ષી સિંહા
હું જ્યારે પણ સેટને મિસ કરું છું તો હું ઘરે જ ફોટોશૂટ કરવા લાગું છું. સેટ પર જવા માટે હું ખૂબ આતુર છું.- ઈશા કોપ્પીકર
થ્રોઇંગ બૅક. હું તૈયાર થવાને મિસ કરી રહી છું. - ક્રિતી ખરબંદા

