સુશાંતના મૃતદેહનાં ફોટા વાઇરલ થતાં રોકવા સાજીદ નડિયાદવાલે લીધું આ પગલું
સાજિદ નડિયાદવાલા
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના થોડા સમયમાં જ મોડી સાંજ સુધીમાં તેની અંતિમ તસવીરો, જે પોલીસ તપાસ માટે લેવાયેલી હશે તે ઠેર ઠેર સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માંડી હતી. આ તસવીરો વાઇરલ થતી અટકે તે માટે સુશાંતની છેલ્લી ફિલ્મ છીછોરેના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ તાત્કાલિક પગલા લઇ મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન સાથે વાત કરી હતી અને અધિકારીઓને આ તસવીરો વાઇરલ થતી અટકે તે માટે તાકીદ કરી હતી. આ અંગે વિનંતી કરતી અરજી પણ નિર્માતાએ મોકલી હતી. આ પત્ર મોકલ્યા પછી તરત જ અધિકારીઓએ ઝડપી કાર્યવાહી કરી હતી અને મહારાષ્ટ્ર પોલીસના સાયબર વિભાગે મૃતક અભિનેતાની તસવીરો ન ફેરવવા માટે અપીલ કરી અને તેમ કરનારા સામે પગલાં લેવાશે તેમ પણ કહ્યું. આમ કરવું ઉચિત નહીં ગણાય એમ કહી પોલીસેઆ ફોટોગ્રાફ્સ શેર કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની પર ભાર મૂક્યો હતો.