એક્સેલ એન્ટરટેઇનમેન્ટે લૉકડાઉનમાં બે ફિલ્મોનું શૂટિંગ પાર પાડ્યું
'હેલો ચાર્લી' અને 'ડોંગરીથી દુબઈ'ના શૂટિંગને બે ભાગમાં વહેંચી દેવાયા
લૉકડાઉનમાં છૂટની વચ્ચે, રીતેશ સિધવાણી અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટે તેમના આગામી બે પ્રોજેક્ટ 'હેલો ચાર્લી' અને 'ડોંગરી ટૂ દુબઈ'નું શૂટિંગ ફરી શરૂ કર્યું. પ્રોડક્શન હાઉસે હેલો ચાર્લી માટે એક ગીતનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું છે, જે બૉલીવુડની પહેલી ફિલ્મ છે કે જેનું શૂટિંગ ડોંગરીથી દુબઈના શૂટની સાથે શરુ થયું છે. નિર્માતાઓએ સરકારની માર્ગદર્શિકાઓને અનુસરીને ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું અને કાસ્ટ અને ક્રૂની સુરક્ષાની પુરી તકેદારી રખાઇ છે. નિર્માતાઓએ લગભગ 150 સભ્યોના યુનિટ સાથે શૂટિંગ કર્યું છે, કારણ કે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો અનુસરી રહ્યા છે. 'હેલો ચાર્લી' અને 'ડોંગરીથી દુબઈ'ના શૂટિંગને બે ભાગમાં વહેંચી દેવાયા અને તે જ રીતે બધા દિવસોમાં શૂટિંગ કરાયું.
ADVERTISEMENT
આ અંગે આજે એક્સેલ મૂવિઝે તેમના સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સ પણ મુકી હતી. જેમાં તેમણે પોતાને જે બહુ ગમતું કામ છે તે તેઓ ફરી કરી રહ્યા છે અને તે પણ કાસ્ટ અને ક્રુ સાથે જે તેમના મનગમતાં માણસો છે તેમ લખ્યું હતું.
રિતેશ સિધવાનીએ આ પોસ્ટ મુકી હતી.
ફરહાન અખ્તરે પણ આ ટ્વીટ કર્યુ હતું.
Getting back to work is a relief and a joy but given the times we’re in, it’s important to be socially responsible and keep the environment hygienic for the crew and cast. They work to create. We work to keep them safe. #MasksDistanceAction @excelmovies https://t.co/diUW9uE5xu
— Farhan Akhtar (@FarOutAkhtar) July 24, 2020
શૂટ માટે ચાર સ્ટેપ્સમાં બધી જ પ્રોસેસ વહેંચવામાં આવી હતી. આવન-જાવન માટે અધિકારીઓ પાસેથી પરવાનગીથી માંડીને સેટ પર પણ સલામતીની જરૂરી બાબતો રખાઇ તથા ત્યાં Covid-19 ગાઇડલાઇન્સ પણ હાથવગી રખાઇ હતી. અનુસરવા ફરજિયાત પગલાં, સેટ પર ઉપલબ્ધ સલામતીનાં પગલાં, સેટ શિષ્ટાચાર અને અન્ય માહિતી આપવામાં આવી હતી. સેટ પર આવનારા દરેકે આ નવ સ્ટેપ્સ ફોલો કરવાનાં જ હતા. જેમાં તાપમાન પરીક્ષણ, સેનિટાઇઝેશન ટનલથી પસાર થવું, ઓક્સિજન સ્તરની ચકાસણી, સલામતી કીટની જોગવાઈ (માસ્ક, હેન્ડ ગ્લોવ્સ, ફેસ શિલ્ડ, પી.પી.ઇ. કીટ), સ્વ-ઘોષણા દસ્તાવેજ પર સહીં તથા અંદર બહાર આવનારા માટે હેન્ડબેન્ડ્ઝની જોગવાઈ અને કાસ્ટ અને ક્રૂના તમામ સભ્યો માટે સેફટી ગિયર્સ ફરજિયાત હતા. આ ઉપરાંત સેફટી ગિયર્સ પણ ઉપલબ્ધ હતા જેથી કોઇને કશું ખૂટે નહીં. હર્બલ જંતુનાશક સ્પ્રે ટનલ, ડિવાઇસીસ માટે જંતુનાશક સ્મોક ડિસ્પેન્સર અને એફ, બી, બાયો માટે યુવી ટ્રંક, બાયો-ડિસ્પોઝેબલ ડબ્બા - ફક્ત કોવિડ ગિયર ડિસ્પેન્શન માટે માટે સેનિટરી સ્પ્રિંકલર, સેનિટાઇઝેશન લેગ પ્રેસ સ્ટેન્ડની ઉપરાંત પેકેજ્ડ ફૂડ અને પાણી માટે સેલ્ફ સર્વિસ વગેરે પણ સેટ પરની તકેદારીનો હિસ્સો હતા. નિર્માતા રિતેશ સિધવાણીએ તાજેતરમાં જ તેના સોશ્યલ મીડિયા પર પી.પી.ઇ કીટમાં ક્રૂની તસવીર પણ પોસ્ટ કરી હતી. એક્સેલ એન્ટરટેઇનમેન્ટની આ પહેલે અન્ય લોકો માટે પણ એક દ્રષ્ટાંત બેસાડી સલામત શૂટ કેવી રીતે થઇ શકે તે દર્શાવ્યું છે.

