Mumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ, તમે જોયું કે નહીં
Mumbai Sagaનું પહેલું ગીત 'શોર મચેગા' રિલીઝ
જૉન અબ્રાહમ અને ઈમરાન હાશ્મીની બહુચર્ચિત ફિલ્મ મુંબઈ સાગા આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે ફિલ્મ મુંબઈ સાગાનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે, જેની ઘણી ચર્ચા થઈ રહી છે. ફિલ્મ મુંબઈ સાગાના ગીતનું નામ 'શોર મચેગા' છે.
'શોર મચેગા' ગીતને પ્રખ્યાત ગાયક અને રેપર યો યો હની સિંહે શાનદાર અંદાજમાં ગાયું છે. જ્યારે ગીતને હોમી દિલ્હીવાલાએ લખ્યું છે. 'શોર મચેગા' ગીતમાં હની સિંહ અને હોમી દિલ્હીવાલા ડ્રગ્સ અને બ્લેક મનીની વાત કરી રહ્યા છે. આ ગીતને જંગલ થીમ પર ફિલ્માવ્યું છે. વાત કરીએ 'શોર મચેગા' ગીતના વીડિયોની તો આ ગીતમાં હની સિંહ અને હોમી દિલ્હીવાલા સિવાય મુંબઈ સાગાના મુખ્ય અભિનેતા જૉન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી નજર આવી રહ્યા છે.
ADVERTISEMENT
'શોર મચેગા' ગીત રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યું છે. સંગીત પ્રેમી અને હની સિંહના ફૅન્સ પણ તેમના નવા ગીતને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 'શોર મચેગા' ગીતને યૂ-ટ્યૂબ પર દોઢ લાખથી વધારે વખત જોવામાં આવ્યું છે. વાત કરીએ ફિલ્મ મુંબઈ સાગાની તો શુક્રવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
ફિલ્મમાં જૉન અબ્રાહમ એકવાર ફરીથી ફૂલ એક્શન અવતારમાં જોવા મળશે. ટ્રેલરને જોઈને કહીં શકાય છે કે ફિલ્મમાં તેઓ જોરદાર ફાઈટિંગ કરતા જોવા મળશે અને રહી બીજી કસર ડૉયલોગ્સ પૂરી કરશે. તેમ જ ફિલ્મ મુંબઈ સાગામાં ઈમરાન હાશ્મી પોલીસ ઑફિસરના રોલમાં છે. જે ગેન્ગસ્ટર બનેલા જૉનનું એન્કાઉન્ટર કરવા માંગે છે. ફિલ્મની વાર્તા એંસી અને નેવુંના દાયકામાં બની છે, જ્યારે મુંબઈમાં ગેન્ગસ્ટર્સનો બોલબાલો હતો. રસ્તાઓ પર નાનો-મોટો વેપાર કરી રહેલા દુકાનદારો પાસેથી હપ્તો વસૂલી કરવાનું કામ કરતા હતા.

