સેલિબ્રિટીઝે આપી ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ
મનોહર પર્રિકર
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના અવસાનથી બૉલીવુડના કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. મનોહર પર્રિકર છેલ્લા ઘણા સમયથી સ્વાદુપિંડના કૅન્સરથી પિડાઈ રહ્યા હતા. રવિવારે તેમની સ્થિતિ વધુ ગંભીર બનતાં તેમનું નિધન થયું હતું. રાજકીય સન્માનની સાથે ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાનથી બૉલીવુડમાં પણ સોંપો પડી ગયો છે. તેમને કોણે-કોણે શ્રદ્ધાંજલિ આપી એ જોઈએ :
ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેઓ એક જેન્ટલમૅન, વર્તનમાં શાલિન અને સન્માનનિય વ્યક્તિ હતા. તેમની સાથે થોડો સમય પસાર કરવાનો મને મોકો પણ મળ્યો હતો. તેઓ ખૂબ જ ગૌરવવંતા હતા અને ખૂબ જ બહાદુરીથી તેમણે પોતાની બીમારીનો સામનો કર્યો હતો. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના.
ADVERTISEMENT
- અમિતાભ બચ્ચન
મનોહર પર્રિકરજીના અકાળ મૃત્યુથી ખૂબ દુ:ખ થયું છે. તેઓ એક ખરા, સ્વાભિમાની, ઇન્ટેલિજન્ટ, જોશીલા, નમ્ર અને પ્રામાણિક વ્યક્તિ હતા. તેમના આદર્શો લોકોને પ્રેરિત કરતા હતા. તેઓ સદૈવ યાદ રહેશે. ઓમ શાંતિ.
- અનુપમ ખેર
મનોહર પર્રિકરજીના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો છે. હું નસીબદાર છું કે મને તેમની સાથે મુલાકાતનો અવસર મળ્યો હતો. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને એક ઉત્તમ વ્યક્તિ હતા. તેમના પરિવાર માટે દિલથી સંવેદના વ્યક્ત કરું છું.
- અક્ષયકુમાર
સાદું જીવન અને ઉચ્ચ વિચારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે મનોહર પર્રિકર. તેમણે દેશમાં જે પણ પદ પર રહીને આત્મવિશ્વાસથી કામ કર્યું છે કે એનાથી દરેકને પ્રેરણા મળે છે. તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.
- કે. કે. મેનન
આ પણ વાંચો : રણવીર સિંહે દીપિકાને આપ્યા આ ક્યુટ સ્લીપર
તેઓ થોડા શબ્દોમાં ઘણું કહી જતા. સિમ્પલ વ્યક્તિત્વ, પ્રામાણિકતા અને કુશળતાનું ઉત્તમ ઉદાહરણ, સ્પષ્ટ વક્તા, રક્ષાપ્રધાન, ૩ વખત ગોવાના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. પાવરમાં હોવા છતાં પણ એનો દુરુપયોગ નહોતો કર્યો. IITના સ્ટુડન્ટ અને સભ્ય એવા તેઓ દેશના એક સાચા સેવક હતા. લોકો તેમનું અનુકરણ કરી શકે એવા મનોહર પર્રિકરને સલામ.
- રણદીપ હુડા