ટાઈગર શ્રોફના જન્મદિવસે પરિવારજનો, બૉલીવુડ સેલેબ્ઝનો શુભેચ્છાઓનો વરસાદ
ગઈ કાલે ટાઈગર શ્રોફે મિડિયા સાથે જન્મદિવસની ઉજવણી કરી તે સમયની તસવીર (તસવીર સૌજન્ય: યોગેન શાહ)
બૉલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)એ બીજી માર્ચે તેના 31માં જન્મદિવસની ઉજવણી કરી. મંગળવાર સવારથી જ અભિનેતાને લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યાં હતા. અભિનેતાના ફેન્સ, પરિવારજનો અને બૉલીવુડ સેલેબ્ઝે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. આવો જોઈએ ટાઈગર શ્રોફને કોણે કોણે જન્મદિવસની શુભેચ્છા આપી.
ટાઈગર શ્રોફની માતા આયેશા શ્રોફે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘સૌમ્ય, જેન્ટલ, સકારાત્મક, મહેનતુ અને એક ઉમદા વ્યક્તિત્વ ધરાવતા દીકરાને ભગવાન હંમેશા આર્શીવાદ આપે.’
ADVERTISEMENT
View this post on Instagram
પિતરા જૅકી શ્રોફે દીકરાની બાળપણની તસવીરો શૅર કરી હતી. એક તસવીરમાં તે તેને રમાડી રહ્યા હતા અને બીજી તસવીરમાં તેના શુઝની દોરી બાંધતા જોવા મળે છે. સાથે જ તેમણે કૅપ્શનમાં દીલનું સ્માઈલી પોસ્ટ કર્યું હતું.
View this post on Instagram
બહેન ક્રિષ્ના શ્રોફે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ટાઈગરના બાળપણની તસવીરો પોસ્ટ કરીને તેને અનોખા અંદાજમાં શુભેચ્છા આપી હતી.
અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ દીશા પટનીએ જન્મદિવસની શુભેચ્છા આપતા લખ્યું હતું કે, ‘હેપીએસ્ટ બર્થ-ડે ધ કેસાનોવા, હંમેશા બનીની જેમ ચમકતો રહેજે’.
View this post on Instagram
રિતેશ દેશમુખે શુભેચ્છા આપતા લખ્યું હતું કે, ‘જન્મદિવસની શુભેચ્છા. સખત મહેનત કરનારા કલાકારોમાંથી તું એક છે, જેની સાથે કામ કરવાનો મને આનંદ થયો. લવ યુ. રિયાન અને રહૈલે તેમનો પ્રેમ મોકલ્યો છે’.
View this post on Instagram
ઉપરાંત રિતેશ દેશમુખે ટ્વીટર પર એક ઓડિયો ક્લિપ મુકી છે. જેમાં રિતેશ દેશમુખ, પત્ની જેનિલિયા અને બન્ને દીકરાઓ ટાઈગરને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યાં છે.
Happy Birthday @iTIGERSHROFF love Riaan (Black Panther), Rahyl (Flash), @geneliad & yours truly. #HappyBirthdayTigerShroff pic.twitter.com/bUpccMqIve
— Riteish Deshmukh (@Riteishd) March 2, 2021
તેમજ બૉલીવુડ સલેબ્ઝ કેટરિના કૈફ, જેનિલિયા ડિસોઝા, સૌફી ચૌધરી, અરમાન મલિક, અનન્યા પાંડે, મનિષ મલ્હોત્રા, સુરજ પંચોલી સહિત અન્યોએ સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને ટાઈગર શ્રોફને 31માં જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

