રિયા ચક્રવર્તીના સપોર્ટમાં ઉતર્યા બૉલીવુડ સેલેબ્ઝ
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં ડ્રગનો મામલો બહાર આવ્યો ત્યાર બાદ બાદ મંગળવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) ધરપકડ કરી છે. અભિનેત્રી મંગળવારે કાળા રંગનું ટી-શર્ટ પહેરીને એનસીબીની ઓફિસ પહોંચી હતી. ટી-શર્ટ પર લખેલા શબ્દોને ઘણા બૉલીવુડ સેલેબ્ઝ ટેકો આપી રહ્યાં છે અને રિયા માટે ન્યાયની અપીલ કરી રહ્યાં છે.
રિયા ચક્રવર્તીએ પહેરેલા ટી-શર્ટ પર લખ્યું હતું કે, 'ગુલાબ લાલ છે, વાયોલેટ વાદળી છે, ચાલો આપણે અને તમે મળીને પિતૃસત્તાનો નાશ કરીએ.' સેલેબ્ઝ આ જ લાઈનોને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેત્રી માટે ન્યાયની માગણી કરી રહ્યાં છે. સાથે જ હૅશટેગ #justiceforrhea અને #SmashPatriarchy પણ વાપરી રહ્યાં છે. અનુરાગ કશ્યપ (Anurag Kashyap), વિદ્યા બાલન (Vidya Balan), સોનમ કપૂર(Sonam Kapoor), ફરહાન અખ્તર (Farhan Akhtar), અમૃતા અરોરા (Amrita Arora), અભય દેઓલ (Abhay Deol), દિયા મિર્ઝા (Dia Mirza), ટિસ્કા ચોપડા (Tisca Chopra), શિબાની દાંડેકર (Shibani Dandekar), પુલકિત સમ્રાટ (Pulkit Samrat) સહિતના સેલેબ્ઝે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.
ADVERTISEMENT
View this post on InstagramEveryone loves a witch hunt as long as it's someone else's witch being hunted. Walter Kirn
View this post on Instagram
View this post on Instagram
નોંધનીય છે કે, રિયા ચક્રવર્તીની અરેસ્ટ થઈ છે. પણ તે આ અરેસ્ટ સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસ માટે નથી થઈ. રિયાની અરેસ્ટ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ડ્રગ્સના સેવન માટે કરી છે.

