સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં CBI તપાસની સેલેબ્ઝે કરી માંગ
ક્રિતી સૅનન, વરુણ ધવન, સૂરજ પંચોલી અને પરિણીતી ચોપરાએ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય અને CBI તપાસની માંગણી કરી છે
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના આત્મહત્યા કેસમાં CBI તપાસ થવી જ જોઈએ તેવી માંગ સતત થઈ રહી છે. ગુરુવારે અભિનેતાની બહેન શ્વેતા સિંહ કિર્તીએ એક વીડિયો બહાર પાડયો છે. જેમા માંગણી કરી છે કે, સુશાંતના ફૅન્સ આગળ આવે અને CBI તપાસની માંગણી કરે. ત્યારબાદ અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) પણ આગળ આવી હતી અને તેણે CBI તપાસની માંગણી કરી હતી. હવે ધીમે ધીમે બૉલીવુડ સેલેબ્ઝ પણ #CBIForSSR ઝુંબેશમાં જોડાયા છે. વરુણ ધવન (Varun Dhawan), પરિણીતી ચોપરા (Parineeti Chopra), ક્રિતી સૅનન (Kriti Sanon), સૂરજ પંચોલી (Sooraj Pancholi), કંગના રણોત (Kangana Ranaut), ફિલ્મમેકર અશોક પંડિત (Ashoke Pandit)એ પણ સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય અને CBI તપાસની માંગણી કરી છે.
સૌથી પહેલાં અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને સુશાંત સિંહ રાજપૂત માટે CBI તપાસની માંગણી કરી છે.
ADVERTISEMENT
ક્રિતી સૅનને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, 'હું દુઆ કરું છું કે સચ્ચાઈ જલ્દી સામે આવે. તેના પરિવારજનો, મિત્રો, પ્રશંસકો અને ચાહકો બધાને જ આનો અંત જાણવાનો હક છે. હું આશા રાખું છું અને દુઆ કરું છું કે, સીબીઆઈ આ કેસના તપાસની જવાબદારી લે જેથી કોઈપણ રાજકીય એજન્ડા વિના તપાસ થાય અને પરિવારને ન્યાય મળે. તેના આત્માને શાંતિ આપવા માટે આ યોગ્ય સમય છે. #CBIForSSR #SushantSinghRajput'
વરુણ ધવને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, '#CBIForSSR'
પરિણીતી ચોપરાએ લખ્યું હતું કે, 'આ સમયે ફક્ત સુશાંત માટે ન્યાયની જરૂર છે. #JusticeForSSR'
સૂરજ પંચોલી પણ સુશાંત માટે ન્યાય માંગવા આગળ આવ્યો હતો અને લખ્યું હતું કે, 'સુશાંતના પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે હું પ્રાર્થના કરું છું. તેઓ CBI તપાસના હકદાર છે. તેમના માટે પહેલાં જ આ લડાઈ લાંબી બની ગઈ છે. સુશાંત સાથે શું થયું છે તે જાણવાનો તેના પરિવારને હક છે.'
ફિલ્મમેકર અશોક પંડિત પણ સુશાંત માટે ન્યાયની માંગણી કરી રહ્યાં છે.
કંગના રનોટે પણ ન્યાયની માંગણી કરી છે અને કહ્યું છે કે, 'આપને બીજું કંઈ નહીં પણ સચ્ચાઈ જાણવાનો તો અધિકાર છે. #CBIForSSR.'
#CBIForSSR માટે ધીમે ધીમે આખુ બૉલીવુડ એકજુથ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

