પાકિસ્તાની હાસ્ય કલાકાર ઉમર શરીફ (umer shareef)નું જર્મનીમાં અવસાન થયું છે.
અનુપમ ખેર અને કપિલ શર્મા (તસવીર: સુરેશ કારકેરા)
પાકિસ્તાની હાસ્ય કલાકાર ઉમર શરીફ (umer shareef)નું જર્મનીમાં અવસાન થયું છે. સ્થાનિક મીડિયાએ શનિવારે આ અંગે માહિતી આપી હતી. પ્રખ્યાત કલાકાર લાંબી માંદગી બાદ સારવાર માટે અમેરિકા જઈ રહ્યા હતા. તેઓ 66 વર્ષના હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ ઘણા કલાકારો અને સેલેબ્સે સોશિયલ મીડિયા પર તેમના પરિવારને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
હાસ્ય કલાકાર ઉમર શરીફના નિધનના સમાચારને જર્મનીમાં પાકિસ્તાનના રાજદૂત ડૉ.મોહમ્મદ ફૈઝલે પુષ્ટી કરી હતી. તેમણે તેમના નિધન પર હાસ્ય કલાકારને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું હતું. આ સાથે બૉલિવૂડ જગતની હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
અનુપમ ખેર, કપિલ શર્મા, અને રણદિપ હુડ્ડા સહિતના કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
View this post on Instagram
Alvida legend ?may your soul Rest In Peace ??? #UmerShareef pic.twitter.com/ks4vS4rdL0
— Kapil Sharma (@KapilSharmaK9) October 2, 2021
My heart is so so heavy with the news that the highly respected and legendary comedian #UmerSharif bhai passed away today. He not only had a unique ‘andaz e bayaan’ but was also a socially and morally conscious human being. May Allaah(swt) have mercy on and bless his soul ??
— Jaaved Jaaferi (@jaavedjaaferi) October 2, 2021
RIP #UmerSharif Sahab! Sir you will be missed till the last day of this world. pic.twitter.com/qbNFOUfVGA
— KRK (@kamaalrkhan) October 2, 2021
શરીફના મૃત્યુના સમાચાર મળતા જ પાકિસ્તાન અને ભારતના કલાકારોએ સોશિયલ મીડિયા પર તેમના પરિવારને શોક વ્યક્ત કરવા શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતા-ગાયક અલી ઝફરે ટ્વિટ કર્યું: "મહાન ઓમર શરીફ સાહેબનું નિધન એક મોટી ખોટ છે. અલ્લાહ તેમને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે અને તેમના પરિવારને શાંતિ આપે. અમીન."

